એક તંત્રના મૂળભૂત એકમો ઘનતા $[D]$, વેગ $[V]$ અને ક્ષેત્રફળ $[A]$ છે. તો આ તંત્રમાં બળનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A

    $[AV^2D]$

  • B

    $[A^2VD]$

  • C

    $[AVD^2]$

  • D

    $[A^0VD]$

Similar Questions

ઉષ્મા અથવા ઊર્જાનો એકમ કૅલરી છે અને તે લગભગ $4.2 \,J$ બરાબર છે. જ્યાં $1 \;J =1\; kg \,m ^{2} \,s ^{-2}$, ધારો કે એકમોની એક નવી પ્રણાલિનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ $\alpha\; kg$, લંબાઈનો એકમ $\beta\; m$ અને સમયનો એકમ $\gamma$ $s$ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કૅલરીનું માન $\;\alpha^{-1} \beta^{-2} \gamma^{2}$ છે.

$\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T$ કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં $P$ એ દબાણ છે, $V$ એ કદ છે, $T$ એ તાપમાન અને $a, b, R$ એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર $\frac{b^2}{a}$ ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?

  • [JEE MAIN 2023]

$CGS $ એકમ પદ્ધતિમાં લાકડાની ઘનતા $0.5\, g/cc$ છે. તેને અનુરૂપ $MKS$ એકમ પદ્ધતિમાં તેનું મૂલ્ય શોધો.

બર્નુલીનું સમીકરણ $p\,\, + \;\,\frac{1}{2}\rho {v^2}\,\, + \;\,h\rho g\,\, = \,\,k$મુજબ આપવામાં આવે છે.

જ્યાં $p =$ દબાણ, $\rho $ = ઘનતા $v $ = ઝડપ $ h =$  પ્રવાહી સ્તંભની ઊચાઈ, $ g = $ ગુરૂત્વાકર્ષણને લીધે પ્રવેગ અને  $k$ અચળાંક છે. નીચેના પૈકી કોનું પારિમાણિક સૂત્ર $ k  $ ના સૂત્રને સમાન હોય છે?

એક પદાર્થ પ્રવાહીમાં ગતિ કરે છે. તેના પર લાગતું શ્યાનતા બળ વેગના સમપ્રમાણમાં છે તો આ સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?