બિંદુવતું વિધુતભાર $\mathrm{Q}$ ના વિધુતક્ષેત્રમાં એક પરિક્ષણ વિધુતભાર $\mathrm{q}$ બે જુદા જુદા બંધ માર્ગો પર ગતિ કરે છે. વિધુતક્ષેત્રની રેખાને લંબ વિભાગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ ગતિ કરે છે. પહેલાના જેટલા જ ક્ષેત્રફળવાળા ચોરસ લૂપ પરના માર્ગ પર ગતિ કરે છે, તો આ બંને કિસ્સામાં થતાં કાર્યની સરખામણી કરો. તેને વર્ણવો
વિદ્યુતક્ષેત્ર સંરક્ષી હોવાથી બંધ માર્ગ પર ગતિ કરતાં હંમેશાં કાર્ય શૂન્ય થાય અને કરવું પડતું કાર્ય માત્ર વિદ્યુતભારિત પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે. તેથી, બંને કિસ્સામાં કરવું પડતું કાર્ય શૂન્ય થાય છે.
એક $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો કણ $x-$દિશામાં પ્રવર્તતા $E = E _{0}\left(1- ax ^{2}\right)$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં $a$ અને $E _{0}$ અચળાંક છે. શરૂઆતમાં $x=0$ સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે?
જો સમાન $-q$ વિદ્યુતભારને $b$ બાજુવાળા સમઘનના દરેક શિરોબિંદુ પર મૂકેલા હોય, તો કેન્દ્ર પર રહેલ $+q$ વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા કેટલી થાય?
એક ધાતુમાં ઈલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ $4 \times 10^{-8} \;m$ છે. ધાતુમાં ઈલેક્ટ્રોનને સરેરાશ $2\;eV$ ની ઊર્જા આપી શકે તેવા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $V/m$ માં કેટલું હશે?
$1\ g$ અને $10^{-8} \,C$ વિદ્યુતભાર વાળો એક બોલ બિંદુ $A \,(V_A = 600 \,V)$ થી જેનું સ્થિતિમાન શૂન્ય હોય તેવા બિંદુ $B$ તરફ ગતિ કરે છે. $B$ બિંદુ આગળ બોલનો વેગ $20\, cm\, s^{-1}$ છે. બિંદુ $A$ આગળ બોલનો વેગ.......$cm/s$ માં શોધો.
હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?