એક ઇલેક્ટ્રોન એક ક્ષેત્રમાં પ્રવેશે છે જ્યાં ચુંબકીયક્ષેત્ર $(B)$ અને વિદ્યુતક્ષેત્ર $(E)$ એકબીજાને લંબ છે તો ...
તે હંમેશા વર્તુળમય ગતિ કરશે
તે હંમેશા $B$ ની દિશામાં ગતિ કરશે
તે હંમેશા $E$ ની દિશામાં ગતિ કરશે
તે વિચલન વગર પણ ગતિ કરશે
પૃષ્ઠવિદ્યુતભાર ઘનતા $\sigma .$ ધરાવતા કેપેસિટરને બે પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B $ છે.ઇલેકટ્રોન વિચલન થયા વગર પસાર થતો હોય,તો તે કેટલા સમયમાં બહાર આાવશે?
આપેલા પ્રશ્નોના જવાબ આપો?
$(a)$ એક ચેમ્બરમાં એવુ ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જે જુદા જુદા બિંદુએ જુદુ હોય પરંતુ
તેની દિશા એક જ હોય (પૂર્વથી પશ્ચિમ). એક વિદ્યુતભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો?
$(b)$ તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે, તેમાં એક વિદ્યુતભારિત કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવી હોય તો શું તેની અંતિમ ઝડપ, તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે?
$(c)$ પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઈલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઈલેક્ટ્રૉન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે ?
કોઈ એક ક્ષેત્રમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે.ચુંબકીયક્ષેત્ર $\vec B = {B_0}\left( {\hat i + 2\hat j - 4\hat k} \right)$ મુજબ આપવામાં આવે છે. જો એક વિજભાર આ ક્ષેત્રમાં $\vec v = {v_0}\left( {3\hat i - \hat j + 2\hat k} \right)$ ના વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ બળ અનુભવતો ના હોય તો $SI$ એકમમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
ચુંબકીયક્ષેત્રમાં મૂકેલાં વિધુતપ્રવાહધારિત સુરેખ સળિયા પર લાગતાં બળનું સૂત્ર મેળવો.
એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને સમાન ચુંબકીયક્ષેત્ર $\vec B$ એક જ દિશામાં પ્રવર્તે છે.એક ઇલેકટ્રોન આ ક્ષેત્રેની દિશામાં ચોકકસ વેગથી દાખલ થાય છે,તો...