બોરોનનો ફ્લોરાઈડ $BF_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ બોરોનનો હાઇડ્રાઇડ $BH_3$ બનાવતું નથી. કારણ આપો અને બોરોનના હાઇડ્રાઇડનું બંધારણ સમજાવો.
$\mathrm{p} \pi$ - $\mathrm{p} \pi$ પ્રકારના પાછળના બંધ $(Back\,bond)$ ના કારણે તથા $\mathrm{F}$ પાસેના બંધમાં ભાગ લીધા વગરના ઈલેક્ટ્રોન $\mathrm{B}$ ને મળે છે. આ કારણે $B$ પાસે ઇલેક્ટ્રોનની ઊણપ પૂર્ણ થાય છે અને $B$ ની સ્થાયતા વધે છે. આથી $BH_3$ એ દ્રીઅણુ તરીકે અસ્તિત્વમાં હોય છે.
$H$પરમાણુ પાસે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોનની જોડી હોતી નથી. આથી $B$ પાસે ઇલેક્ટ્રોનની ઊણપ વર્તાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આથી $\mathrm{BH}_{3}$ એકાકી અણુ મળતો નથી. તે દ્રીઅણુ રૂપે જોડાઈ $\mathrm{B}_{2} \mathrm{H}_{6}$ બનાવે છે.
$\mathrm{B}_{2} \mathrm{H}_{6}$ માં $4$ છેડા પરના હાઇડ્રોજન અને બે $B$ પરમાણુ એક જ સમતલમાં હોય છે. જ્યારે બે સેતુ બંધ ધરાવતા $\mathrm{H}$ અલગ સમતલમાં હોય છે. આ રચનામાં છેડા પરના $4-$ સાદા $B-H$ બંધ હોય છે. જ્યારે વચ્ચે બે સેતુ બંધ $(B - H - B)$ પ્રકારના હોય છે.
$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થાયિતા તમે કેવી રીતે સમજાવશો ?
$Al$ ની વિધુત વિભાજન પદ્ધતિથી નિષ્કર્ષણમાં પીગલીત ક્રાયોલાઇટ વપરાય છે તેનું કારણ .......
એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે?
સમૂહ $-13$ માં $+1$ ઓક્સિડેશન અવસ્થા અને સમૂહ $-14$ માં $+2$ ઓક્સિડેશન અવસ્થા પરમાણુક્રમાંક વધતાં વધારે સ્થાયી થાય છે.
$Tl$ ની શક્ય ઓકસિડેશન અવસ્થા કઈ છે ?