$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.
$HOCl(aq) + {H_2}O(l) \rightleftharpoons {H_3}{O^ + }(aq) + Cl{O^ - }(aq)$
પ્રારંભિક સાંદ્રતા $(M)$
$0.08$ $0$ $0$
સાંદ્રતા સંતુલને પહોંચવા માટેનો ફેરફાર $(M)$
$-x$ $+x$ $+x$
સંતુલને સાંદ્રતા $(M)$
$0.08-x$ $x$ $x$
$K_{ a }=\left\{\left[ H _{3} O ^{+}\right]\left[ ClO ^{-}\right] /[ HOCl ]\right\}$
$=x^{2} /(0.08-x)$
$x\,<\,<\,0.08,$ હોવાથી $0.08 - x \simeq 0.08$
$x^{2} / 0.08=2.5 \times 10^{-5}$
$x^{2}=2.0 \times 10^{-6},$ આથી $x=1.41 \times 10^{-3}$
$\left[ H ^{+}\right]=1.41 \times 10^{-3} \,M$
માટે ટકામાં વિયોજન
$ = \{ {[HOCl]_{{\rm{dissociated }}}}/{[HOCl]_{{\rm{initial }}}}] \times 100$
$=1.41 \times 10^{-3} \times 10^{2} / 0.08=1.76 \%$
$pH =-\log \left(1.41 \times 10^{-3}\right)=2.85$
ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.
$\alpha =1\%$ અને $K_a =1.8\times 10^{-5}$ ધરાવતા એસિટિક એસિડના $1$ લિટર દ્રાવણમાં તેનો જથ્થો .............$g$ થશે.
$10\, M\, CH_3COOH$ દ્રાવણ માટે $K_a$ = $10^{-5}$ તો , $[H^+]$ અને $pH$ નું મુલ્ય અનુક્રમે શું હશે ?
ડાયમિથાઇલ એમાઇનનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-4}$ છે. તેના $0.02$ $M$ દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો. જો દ્રાવણ $0.1 \,M$ $NaOH$ ધરાવતું હોય તો ડાયમિથાઇલ એમાઇનનું કેટલા ટકા આયનીકરણ થયું હશે ?
$A_xB_y$, નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા માટે આપેલ વિયોજન અંશ...... થાય.