4. STRUCTURE OF THE ATOM
hard

નીચેનું કોષ્ટક પૂર્ણ કરો :

પરમાણ્વીય ક્રમાંક  દળક્રમાંક ન્યૂટ્રોનની સંખ્યા પ્રોટ્રોનની સંખ્યા ઈલેકટ્રોનની સંખ્યા પરમાણ્વીય ઘટકનું નામ
$9$ - $10$ - - -
$16$ $32$ - - - સલ્ફર
- $24$ - $12$ - -
- $2$ - $1$ - -
- $1$ $0$ $1$ $0$ -

Option A
Option B
Option C
Option D

Solution

પરમાણ્વીય ક્રમાંક  દળક્રમાંક ન્યૂટ્રોનની સંખ્યા પ્રોટ્રોનની સંખ્યા ઈલેકટ્રોનની સંખ્યા પરમાણ્વીય ઘટકનું નામ
$9$ $19$ $10$ $9$ $9$ ફ્લોરિન
$16$ $32$ $16$ $16$ $16$ સલ્ફર
$12$ $24$ $12$ $12$ $12$ મેગ્નેશિયમ
$1$ $2$ $1$ $1$ $1$ ડ્યુટેરિયમ
$1$ $1$ $0$ $1$ $0$

હાઈડ્રોજન આયન

વર્ણન (Explanation) :

$(i)$ ફલોરિન $(F)$ : આપેલ, પરમાણ્વીય ક્રમાંક $= 9$ અને ન્યુટ્રૉનની સંખ્યા $= 10$

દળાંક $=$ પરમાણ્વીય ક્રમાંક $+$ ન્યુટ્રૉનની સંખ્યા

$= 9 + 10 = 19$

પ્રોટોનની સંખ્યા $=$ પરમાણ્વીય ક્રમાંક $=$ ઇલેક્ટ્રૉનની સંખ્યા $=$ $9$

$(ii)$ સલ્ફર $(S)$ : આપેલ, પરમાણવીય ક્રમાંક $= 16$ અને

દળાંક $= 32$ અને નામ સલ્ફર

પ્રોટોનની સંખ્યા $=$ ઇલેક્ટ્રૉનની સંખ્યા $=$ પરમાણ્વીય ક્રમાંક $= 16$,

ન્યુટ્રૉનની સંખ્યા $=$ દળાંક $-$ પરમાણ્વીય ક્રમાંક

$= 32 – 16 = 16$

$(iii)$ મૅગ્નેશિયમ $(Mg) $ : આપેલ, દળાંક $= 24$ અને પ્રોટોનની સંખ્યા $= 12 $

પરમાણ્વીય ક્રમાંક $=$ પ્રોટોનની સંખ્યા $= 12$

ઇલેક્ટ્રૉનની સંખ્યા $=$ પ્રોટોનની સંખ્યા $= 12$

ન્યુટ્રૉનની સંખ્યા $=$ દળાંક $-$ પરમાણ્વીય ક્રમાંક

$= 24 – 12 = 12$

$(iv)$ ડ્યુટેરિયમ $(^2_1D)$ :

આપેલ દળાંક $= 2$ અને પ્રોટોનની સંખ્યા $= 1$

ઇલેક્ટ્રૉનની સંખ્યા $=$ પ્રોટોનની સંખ્યા $= 1$

$= $ પરમાણ્વીય ક્રમાંક

ન્યુટ્રૉનની સંખ્યા $=$ દળાંક $-$ પરમાણ્વીય ક્રમાંક

$=2-1 = 1$

$(v)$ હાઇડ્રોજન આયન $(_1H^+)$ : આપેલ, દળાંક $= 1$

ન્યુટ્રૉનની સંખ્યા $= 0$ 

પ્રોટોનની સંખ્યા $= 1$

ઇલેક્ટ્રૉનની સંખ્યા $= 0 $

પરમાણ્વીય ક્રમાંક $=$ પ્રોટોનની સંખ્યા $= 1$

પરંતુ ઇલેક્ટ્રૉનની સંખ્યા $= 0$ હોવાથી તે હાઇડ્રોજન પરમાણુ $(H)$ નથી પરંતુ તે હાઇડ્રોજન આયન $(H^+)$ હોવો જોઈએ, કારણ કે

$1 H \rightarrow 1 H ^{+}+ e ^{-}$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.