ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.
ધારો કે બે ભૌતિક રાશિઓ $A$ અને $B$ નાં માપેલા મૂલ્યો $A$ $\pm \Delta A$ અને $B$ $\pm \Delta B$ છે જ્યાં $\Delta A$ અને $\Delta B$ અનુક્રમે $A$ અને $B$ ની નિરપેક્ષ ત્રુટિ છે.
$(i)$ સરવાળા માટે : ધારો કે $A$ અને $B$ નો સરવાળો $Z$ છે.
$\therefore \mathrm{Z}=\mathrm{A}+\mathrm{B}$
ત્રુટિ માટે $\mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A} \pm \Delta \mathrm{A})+(\mathrm{B} \pm \Delta \mathrm{B})$
જ્યાં $\Delta \mathrm{Z}$ એ $Z$ ની નિરપેક્ષ ત્રુટિ છે.
$\therefore \mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A}+\mathrm{B}) \pm(\Delta \mathrm{A}+\Delta \mathrm{B})$
પણ $A$+$B$$=$$z$ મૂકતાં,
$\pm \Delta Z=\pm(\Delta A+\Delta B)$
મહતમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો સરવાળો જ થાય.
$\therefore \mathrm{Z}$માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ $\Delta \mathrm{Z}=\Delta \mathrm{A}+\Delta \mathrm{B}$
(ii)બાદબાકી માટે : ધારો કે $A$ અને $B$ નો તફાવત $Z$ છે.
$\therefore Z=A-B$ $[\because \mathrm{A}>\mathrm{B}$ નો તફાવત $Z$ છે.
ત્રુટિ માટે $\mathrm{Z} \pm \Delta \mathrm{Z}=(\mathrm{A} \pm \Delta \mathrm{A})-(\mathrm{B} \pm \Delta \mathrm{B})$
$=(\mathrm{A}-\mathrm{B})-(\pm \Delta \mathrm{A} \pm \Delta \mathrm{B})$
પણ $A$-$B$=$Z$મૂકતાં,
$\pm \Delta Z=\pm \Delta A \pm \Delta B$
પણ $Z$માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ $\Delta Z=\Delta A+\Delta B$
નિયમ : બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે.
ગાણિતિક સૂત્રમાં સંખ્યાબંધ રાશિઓની કિંમતોનો ઉપયોગ થાય છે. રાશિ જે માપનામાં સૌથી વધુ ચોક્કસ અને સચોટ હોવો જોઈએ તે આમાંથી કઈ છે?
પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?
વિધાન: જ્યારે દળ અને વેગના માપન માં મળતી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $1\%$ અને $2\%$ હોય તો ગતિ ઉર્જામાં મળતી ટકાવાર ત્રુટિ $5\%$ હશે.
કારણ: $\frac{{\Delta E}}{E} = \frac{{\Delta m}}{m} + \frac{{2\Delta v}}{v}$