1.Sexual Reproduction in Flowering Plants
medium

પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

કેટલાંક પ્રાણીઓ પણ પરાગનયન માટે જવાબદાર છે. આ ઘટનાને ગૂંફીલી કહે છે.

મધમાખી, પતંગિયા, ભંગ કીટકો, beetles), ભમરીઓ (wasps) કીડી, ફૂદાં (moths), પક્ષીઓ (સનબર્ડ = દેવચકલી અને હમિંગબર્ડ = ગુંજન પક્ષી) તથા ચામાચીડિયું વગેરે સામાન્ય પરાગવાહકો છે.

પ્રાણીઓ પૈકી કીટકો ખાસ કરીને મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટાં પ્રાણીઓ જેવા કે કેટલાંક પ્રાઇમેટ (લેમૂર), વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતાં (કર્તનશીલ) પ્રાણીઓ (arboreal rodents) અથવા સરિસૃપો (ગકો ગરોળી અને કાચિંડો) (Gecko lizard and garden lizard) વગેરે કેટલીક જાતિઓમાં પરોગવાહકો તરીકે નોંધાયા છે.

પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓનાં પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારનાં અનુકૂલનો વિકસાવે છે.

મોટા ભાગનાં કીટ પરાગિત પુષ્પો મોટે ભાગે મોટાં, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય છે.

જ્યારે પુષ્પો નાનાં હોય ત્યારે ઘણાં પુષ્પો એકઠાં થઈ પુષ્પવિન્યાસ બનાવે છે. જેથી તે ધ્યાનાકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અને / અથવા સુગંધથી આકર્ષાય છે.

માખીઓ અને ભંગ કીટકો (beetles)થી પરાગિત પુષ્પો અને પ્રાણીઓને આકર્ષવા ગંદી દુર્ગધ સર્જે છે.

પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર (reward) આપે છે. મધુદ્રવ્ય (nectar) અને પરાગરજે એ આ પુષ્પો દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર છે. આ પુરસ્કારની પ્રાપ્તિ માટે આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે, પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે.

પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચીકાશયુક્ત હોય છે, જયારે આ પ્રાણીઓ પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનયન થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.