- Home
- Standard 9
- Science
આકૃતિમાં ત્રણ વસ્તુઓ $A$, $B$ અને $C$ માટે અંતર-સમયનો આલેખ દર્શાવેલ છે. આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો :
$(a)$ ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે છે ?
$(b)$ શું ત્રણેય કોઈ સમયે રોડ પરના એક જ બિંદુએ હશે ?
$(c)$ જ્યારે $B$, $A$ પાસેથી પસાર થાય ત્યારે $C$ કેટલે દૂર હશે ?
$(d)$ જ્યારે $B$, $C $ પાસેથી પસાર થાય તે સમય દરમિયાન તેણે કેટલું અંતર કાપ્યું હશે ?

Solution
$(a)$ કાર $B$ સૌથી ઝડપથી ગતિ કરે છે.
જો અંતર $\to $ સમયના આલેખનો ઢાળ વધુ હોય તો તે વધારે ઝડપથી ગતિ કરતી હશે. અહીં $B$ માટે ઢાળ સૌથી મોટો હોવાથી કાર $B$ સૌથી ઝડપથી ગતિ કરે છે.
$(b)$ ના, ત્રણેય એક જ બિંદુએ નહીં હોય.
કારણ કે જે ત્રણેય આલેખો એક જ બિંદુએ છેદે તો જ ત્રણેય કાર કોઈ એક જ સમયે એક જ બિંદુએ આવે પણ આલેખમાં આવું બિંદુ મળતું નથી.
$(c)$ $B$ એ $A$ થી $C$ નું અંતર $=9.0-7.0=2.0\, km$
$(d)$ જ્યારે $B$, $C $ પાસેથી પસાર થાય તે સમય દરમિયાન તેણે કેટલું અંતર $=5\,km$