શ્રેણી $2,\,5,\,8...$ ના $2n$ પદનો સરવાળો એ શ્રેણી $57,\,59,\,61...$,ના $n$ પદના સરવાળા બરાબર હોય તો $n$ મેળવો.
એક વ્યક્તિ તેની લોનની ચુકવણી માટે પ્રથમ હપતામાં $Rs.$ $100 $ ભરે છે. જો તે દર મહિને હપતાની રકમમાં $Rs \,5$ વધારે ભરે, તો તેના $30$ માં હપતામાં કેટલી રકમ ચૂકવશે?
શમશાદ અલી એક સ્કૂટર $Rs$ $22,000$ માં ખરીદે છે. તે $Rs$ $4000$ રોકડા ચૂકવે છે અને બાકીની રકમ $Rs$ $1000$ ના વાર્ષિક હપતાથી અને $10\%$ વ્યાજે ચૂકવે છે, તો તેણે સ્કૂટરની શું કિંમત ચૂકવી હશે? “
એક સમાંતર શ્રેણીનું $p$ મું પદ $\frac{1}{q}$ અને $q$ મું પદ $\frac{1}{p}$છે. $p \neq q$ માટે સાબિત કરો કે પ્રથમ $pq$ પદનો સરવાળો $\frac{1}{2}(p q+1)$ થાય.
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=(-1)^{n-1} 5^{n+1}$