આપેલ સદિશો $A$ અને $B$ ના પરિણામી સદિશનું માન અને દિશા, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા $\theta$ ના પદમાં મેળવો.
આકૃતિ માં દર્શાવ્યા અનુસાર $OP$ અને $OQ$ બે સદિશો $A$ અને $B$ ને રજૂ કરે છે જેમની વચ્ચેનો ખૂણો $\theta$ છે. તો સદિશોના સરવાળા માટેની સમાંતરબાજુ ચતુષ્કોણની રીત અનુસાર $OS$ પરિણામી સદિશ $R$ રજૂ કરે છે :
$R = A + B$
$SN$, $OP$ ને લંબ છે તથા $PM$, $OS$ ને લંબ છે. તેથી આકૃતિની ભૂમિતિ અનુસાર,
$O S^{2}=O N^{2}+S N^{2}$
પરંતુ, $\quad O N=O P+P N=A+B \cos \theta$
$S N=B \sin \theta$
$O S^{2}=(A+B \cos \theta)^{2}+(B \sin \theta)^{2}$
અથવા, $R^{2}=A^{2}+B^{2}+2 A B \cos \theta$
$R=\sqrt{A^{2}+B^{2}+2 A B \cos \theta}$ $(4.24a)$
$\Delta$ $OSN$ માં, $S N=O S \sin \alpha=R \sin \alpha,$
અને $\Delta$ $PSN$, $\quad S N=P S \sin \theta=B \sin \theta$
તેથી $\quad R \sin \alpha=B \sin \theta$
અથવા $\frac{R}{\sin \theta}=\frac{B}{\sin \alpha}$ $(4.24b)$
તે જ રીતે, $PM =A \sin \alpha=B \sin \beta$
અથવા, $\frac{A}{\sin \beta}=\frac{B}{\sin \alpha}$ $(4.24c)$
સમીકરણ $(4.24b)$ અને $(4.24c)$ પરથી,
$\frac{R}{\sin \theta}=\frac{A}{\sin \beta}=\frac{B}{\sin \alpha}$ $(4.24d)$
સમીકરણ $(4.24d)$ પરથી આપણે નીચેનું સૂત્ર મેળવી શકીએ છીએ :
$\sin \alpha=\frac{B}{R} \sin \theta$ $(4.24e)$
અહીં $R$ નું મૂલ્ય સમીકરણ $(4.24a)$ માં આપેલ છે.
અથવા, $\tan \alpha=\frac{S N}{O P+P N}=\frac{B \sin \theta}{A+B \cos \theta}$ $(4.24f)$
સમીકરણ $(4.24a)$ પરિણામી સદિશનું માન અને સમીકરણો $(4.24e)$ તથા $(4.24f)$ તેની દિશા આપે છે. સમીકરણ $(4.24a)$ ને કોસાઇનનો નિયમ $(Law\, of \,Cosines)$ અને સમીકરણ $(4.24d)$ ને સાઇનનો નિયમ $(Law \,of\, sines)$ કહે છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સદિશોનો સરવાળો શૂન્ય છે. $\mathop {OB}\limits^ \to \,\,{\text{& }}\,\,\mathop {OC}\limits^ \to $ સદીશનું મૂલ્ય શું હશે ?
સદિશોના વિભાજનનો અર્થ સમજાવો.
$\hat i\,\, + \;\,\hat j\,$ સાથેનો $3\hat i\,\, + \;\,4\hat j$ નો ઘટક ક્યો છે ?
$\mathop r\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \,\,\hat j\,\, + \;\;2\hat k$ સદિશનું $x-y$ સમતલ પર પ્રક્ષેપણનું મૂલ્ય શું હશે ?
$4$ ના મૂલ્યનો સ્થાનાંતર સદીશ $x$ -અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. $x-y$ સમતલમાં તેનો લંબઘટકો શું હશે ?