સમઅક્ષિય મૂકેલા બે ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર $r $ હોય,ત્યારે લાગતું બળ $4.8\, N $ છે.જો અંતર $ 2r$ કરવામાં આવે તો નવું બળ કેટલા ......$N$ થાય?
$2.4$
$1.2$
$0.6$
$0.3$
$(a)$ જો ગજિયા ચુંબકના $(i)$ તેની લંબાઈને લંબરૂપે, $(ii)$ તેની લંબાઈને (સમાંત૨), એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે ?
$(b)$ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે, ગજિયા ચુંબક પાસે મુકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષ બળ પણ અનુભવે છે. શા માટે ?
$(c)$ શું દરેક ચુંબકીય સંરચના $(Configuration)$ ને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ હોવા જોઈએ ? ટૉરોઇડના ચુંબકીય ક્ષેત્રવિશે શું કહેશો?
$(d)$ બે એક સરખા લોખંડના ટુકડાઓ $A$ અને $B$ આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકીત કરેલો હોવાનું જ્ઞાન છે (આપણે જાણતા નથી કે તે કયો છે). બંને ચુંબકીત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરી શકશો ? જો એક જ ચુંબકીત $(Magnetised)$ કરેલ હોય, તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે ? [ફક્ત આ ટુકડાઓ $A$ અને $B$ સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી.]
$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $B$ ચુંબકીયક્ષેત્રને લંબ મૂકેલું છે. જો ચુંબકના દરેક ધ્રુવ વડે અનુભવાતું બળ $F$ હોય, તો ચુંબકની લંબાઈ કેટલી હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સરખાં નાના ગજિયા ચુંબકો $120^{\circ}$એ રાખેલ છે.દરેક ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ $M$ છે. ખૂણાઓનાં દ્રિભાજકે $p$ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ $X$ અને $Y$ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી $d$ અંતરે મુકેલ છે.$Y$ ની ડાયપોલ મોમેન્ટ $X$ ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $q$ વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ $P$ પાસેથી સમક્ષિતિજ સાથે $\theta = 45^o$ ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? ($d$ નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)
નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી, કાચ પર લોખંડની ભૂકી ભભરાવતાં શું થાય છે ? તે જણાવો ?