તાજા દૂધની $pH$ $6$ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની $pH$ ના ફેરફાર વિશે તમે શું વિચારો છો ? તમારો ઉત્તર સમજાવો.
$pH$ નું મૂલ્ય $6$ કરતાં ઘટશે. કારણ કે દૂધમાંથી દહીં બનવાને કારણે તેમાં લેક્ટિક ઍસિડનું નિર્માણ થાય છે જે તેને વધુ ઍસિડિક બનાવે છે.
આમ, દૂધમાંથી દહીં બને છે ત્યારે તેની $pH$ $6$ કરતાં ઓછી થાય છે.
તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.
શું બેઝિક દ્રાવણો પણ $H^+_{(aq)}$ આયનો ધરાવે છે ? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે ?
એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ......... ધરાવે છે.
સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો.
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યાર બાદ સમતોલિત સમીકરણો લખો
$(a)$ મંદ સલ્ફયુરિક ઍસિડની દાણાદાર ઝિંક સાથે પ્રક્રિયા કરતાં.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની મૅગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતાં.