તફાવત આપો : દ્વિદળી અને એકદળી વનસ્પતિઓ
દ્વિદળી વનસ્પતિ | એકદળી વનસ્પતિ |
$(1)$ તેના બીજમાં બે બીજપત્રો હોય છે. | $(1)$ તેનાં બીજમાં એક જ બીજપત્ર હોય છે. |
$(2)$ મૂળતંત્ર સોટીમૂળ પ્રકારનું હોય છે. | $(2)$ તેમાં મૂળતંત્ર તંતુમૂળ પ્રકારનું હોય છે. |
$(3)$ પ્રકાંડ શાખિત હોય છે અને ગાંઠ-આંતરગાંઠો સ્પષ્ટ હોતી નથી. | $(3)$ તેમાં પ્રકાંડ મોટે ભાગે અશાખિત અને ગાંઠ તથા આંતરગાંઠ સ્પષ્ટ હોય છે. |
$(4)$ પર્ણોમાં શિરાવિન્યાસ જાલાકાર હોય છે. | $(4)$ પર્ણોમાં શિરાવિન્યાસ સમાંતર હોય છે. |
$(5)$ પુષ્પો ચતુઃ કે પંચાવયવી હોય છે. | $(5)$ તેમાં પુષ્પો ત્રિઅવયવી હોય છે. |
$(6)$ વજ અને દલપત્રો સ્પષ્ટ ઓળખી શકાય છે. | $(6)$ તેમાં વજ અને દલપત્રો અલગ ઓળખી શકાતા નથી. |
$(7)$ તેમાં મોટા ભાગે પરાગનયન વિવિધ વાહકો દ્વારા થાય છે. દા.ત., સૂર્યમુખી, જાસૂદ વગેરે. | $(8)$ તેમાં પરાગનયન મોટે ભાગે પવન દ્વારા થાય છે. દા.ત., મકાઈ, નારિયેળ વગેરે. |
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ આવૃત્ત બીજધારી વનસ્પતિ સાથે .......ની બાબતમાં સામ્યતા ધરાવે છે
બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પધ્ધતિ અનુસાર નીચે આપેલ કયાં વનસ્પતિ સૃષ્ટિનાં મુખ્ય વર્ગો છે.
... માં બીજાણુજનક તબકકો પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર છે.
વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ કયો છે ?
આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની વનષ્પતિ છે?