કારણ આપો : સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના હલકાં અને નાના ટુકડાઓ આકર્ષાય છે.
જ્યારે કાંસકાને સૂકા વાળમાં ફેરવવામાં આવે છે ત્યારે ઘર્ષણાના કારણે કાંસકા પર વિદ્યુતભાર ઉદ્ભવે છે.
આ વિદ્યુતભારિત કાંસકો કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરે છે એટલે કे, વિદ્યુતક્ષેત્રની દિશામાં ડાઈપોલ મોમેન્ટ પ્રેરિત કરે છે
અને કાંસકાનું વિદ્યુતક્ષેત્ર સમાન હોતું નથી તેથી કાંસકા તરફ હલકા નાના કાગળના ટુકડાઓ આકર્ષાય છે.
બે વિદ્યુતભાર $9e$ અને $3e$ ને $r$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય કયા થાય?
વિધુતક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત્ વિધુતભારના વિધુતક્ષેત્રની સમજૂતી આપો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Q$ વિજભાર ધરાવતાં $L$ લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ $P$ પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ $P$ નું સળિયાનાં કેન્દ્ર થી અંતર $a=\frac{\sqrt{3}}{2} L$ છે.
વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.
વિદ્યુતભારિત કરેલા તેલના ટીપાને $3 \times10^{4}\; V / m$ ના સમાન ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તે નીચે પણ ના પડે અને ઉપર પણ ના જાય. ટીપાં પરનો વિદ્યુતભાર ($\times10^{-18}\;C$ માં) કેટલો હશે?
(વિદ્યુતભારનું દળ $=9.9 \times 10^{-15} kg$ અને $g=10 m/s ^{2}$ લો)