- Home
- Standard 12
- Biology
8.Microbes in Human Welfare
easy
આથવણયુક્ત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પ્રાચીનકાળથી વાઈન, બીયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવાં પીણાં યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ સેકકેરોમાયસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોનાં રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.
જે બ્રેવર્સ યીસ્ટ (Brewer's yeast) તરીકે ઓળખાય છે. શું તમને યાદ આવે છે કે, કઈ ચયાપચયિક પ્રક્રિયાને કારણે યીસ્ટમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે ? આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યંદિત કે અનિસ્યંદિત) ને આધારે વિવિધ પ્રકારનાં આલ્કોહૉલિક પીણાં મેળવાય છે. વાઇન અને બીયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે.
Standard 12
Biology