વિધુતદર્શક કેવી રીતે કાર્ય કરે છે ?
એક કાગળની પટ્ટી લો અને તેને મધ્યમાંથી વાળો અને વાળેલા સ્થાને નિશાની કરો.
હવે પટ્ટીને ખોલીને ઇસ્ત્રી કરો. જે આકૃતિ $(a)$માં બતાવેલ છે.
આકૃતિ $(b)$માં દર્શાવ્યા મુજબ નિશાની ઉપર રહે તેમ પટ્ટીને પકડો કે જેથી વળાંક ચપટીમાં રહે.
આ રીતે પકડતા તમે જોઈ શકશો કે બંને ભાગ એકબીજાથી દૂર જાય છે. જે દર્શાવે કે ઇસ્ત્રી કરવાથી પટ્ટી પર વિદ્યુતભાર પ્રાપ્ત થયો છે.
જ્યારે પટ્ટીને અડધેથી વાળો છો ત્યારે બંને અડધા ભાગ પર સમાન અને સજાતીય વિદ્યુતભાર આવતાં તેમના વચ્ચે અપાકર્ષણ લાગવાના કારણે એકબીજાથી દૂર જાય છે.
અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો.
જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો.
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?
વિદ્યુતભારની હાજરીની સાચી કસોટી કઈ છે ?
વિધુતભાર એટલે શું? તે સદિશ છે કે અદિશ તે સમજાવો?