એક પદાર્થ એક પરિભ્રમણ $\pi $ $sec$ માં કરે છે.તો તેની જડત્વની ચાકમાત્રા

  • A

    ચાકગતિઉર્જા જેટલી હોય

  • B

    ચાકગતિઉર્જાથી બમણી હોય

  • C

    ચાકગતિઉર્જાથી અડધી હોય

  • D

    ચાકગતિઉર્જાથી ચાર ગણી હોય

Similar Questions

ચાકગતિ કરતા બે પદાર્થનું કોણીય વેગમાન સમાન છે પરંતુ તેમની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. ($I_1$ > $I_2$) કયા પદાર્થની ગતિ ઊર્જા વધુ હશે ?

સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો $3\,m/s$ પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ $........cm$ હશે.$(g=10\,m / s ^2)$ લો.

  • [JEE MAIN 2023]

સુરેખ સપાટી પર કોઈ તકતી સરક્યાં વગર ગબડે છે. તો રેખીય ગતિઉર્જા નો કુલ ગતિઉર્જા સાથેનો ગુણોત્તર શું મળે?

  • [AIIMS 2009]

બે તકતી તેની અક્ષને અનુલક્ષીને સમાન દિશામાં ભ્રમણ કરે છે.પ્રથમ તકતીની જડત્વની ચાક્માત્રા $0.1 \;kg \cdot m ^{2}$ અને કોણીય ઝડપ $10\; rad \,s^{-1}$ છે,બીજી તકતીની જડત્વની ચાક્માત્રા $0.2 \;kg - m ^{2}$ અને કોણીય ઝડપ $5\; rad \,s ^{-1}$ છે,તેમની અક્ષને જોડીને એક તકતી બનાવતા તંત્રની ગતિઊર્જા ...........$J$

  • [JEE MAIN 2020]

આ પ્રશ્ન માં વિધાન $1$ અને વિધાન $2$ છે. આપેલ ચાર વિકલ્પોમાથી બંધબેસતો વિકલ્પ પસંદ કરો.

વિધાન $1$: જો પોતાની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ $\omega $ થી ભ્રમણ કરતાં પદાર્થની જડત્વની ચાકમાત્રામાં વધારો થાય તો તેના કોણીય વેગ $L$ માં કોઈ પણ ફેરફાર નહિ થાય પણ જો ટોર્ક લગાવેલ નહિ હોય તો ગતિઉર્જા $K$ વધશે.

વિધાન $2$: $L = I\omega $, ભ્રમણ ની ગતિઉર્જા $ = \frac{1}{2}\,I\omega ^2$

  • [AIEEE 2012]