બળ $(F)$,લંબાઇ $(L)$ અને સમય $(T)$ મૂળભૂત એકમો હોય,તો દળનું પારિમાણીક સૂત્ર નીચેના પૈકી કયુ થશે?
$ F{L^{ - 1}}{T^2} $
$ F{L^{ - 1}}{T^{ - 2}} $
$ F{L^{ - 1}}{T^{ - 1}} $
$ F{L^2}{T^2} $
રાશિ $x$ ને $\left( IF v^{2} / WL ^{4}\right)$ વડે દર્શાવવામાં આવે છે જ્યાં $I$ એ જડત્વની ચાકમાત્રા, $F$ બળ, $v$ વેગ, $W$ કાર્ય અને $L$ લંબાઇ છે. તો $x$ નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?
એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને $W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}$ દ્વારા આપવામાં આવે છે જ્યાં $x$ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન દર્શાવે છે. જો $\alpha$ અને $\beta$ અચળાંકો હોય, તો $\beta$ નું પરિમાણ ......... હશે.
કોઈ ચોક્કસ ઉદગમથી કણની સ્થિતિઉર્જા અંતર $x$ સાથે $V = \frac{{A\sqrt x }}{{x + B}}$ મુજબ બદલાય છે, જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $AB$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની આસપાસ એક કૃત્રિમ ઉપગ્રહ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. કેપ્લરના બીજા નિયમ અનુસાર ઉપગ્રહના આવર્તકાળનો વર્ગ, કક્ષાની ત્રિજ્યા $r$ ના ઘનના સમપ્રમાણમાં છે. $\left( {{T^2}\alpha \,{r^3}} \right)$) તો પારિમાણિક વિશ્લેષણના આધારે સાબિત કરો કે $T\, = \,\frac{k}{R}\sqrt {\frac{{{r^3}}}{g}} $ જ્યાં $k$ પરિમાણરહિત અચળાંક અને $g$ ગુરુત્વપ્રવેગ છે.