- Home
- Standard 9
- Science
એક પ્રક્રિયામાં $5.3\, g$ સોડિયમ કાર્બોનેટ $6\, g$. ઈથેનોઇક ઍસિડ (એસિટિક ઍસિડ) સાથે પ્રક્રિયા પામે છે તથા $2.2\, g$ કાર્બન ડાયોક્સાઇડ, $0.9 \,g$ પાણી અને $8.2\, g$ સોડિયમ ઈથેનોએટ (સોડિયમ એસિટેટ) નીપજ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દ્રવ્યસંચયના નિયમનું સમર્થન કરે છે.
સોડિયમ કાર્બોનેટ $+$ ઈથેનોઇક ઍસિડ $\to $ સોડિયમ ઈથેનોએટ $+$ કાર્બન ડાયૉક્સાઇડ $+$ પાણી
Solution
સોડિયમ કાર્બોનેટ $+$ ઇથેનોઇક ઍસિડ
$5.3 \,g $ $6 \,g$
સોડિયમ ઇથેનોએટ $+$ કાર્બન ડાયોક્સાઇડ $+$ પાણી
$8.2\, g$ $2.2\, g$ $0.9 \,g $
પ્રક્રિયકોના દળનો કુલ સરવાળો $=5.3 +6 =11.3\, g$
નીપજોના દળનો કુલ સરવાળો $=8.2 +2.2 +0.9 =11.3\,g$
અહીં, ટૂંકમાં $LHS = RHS$ $(11.3\, g=11.3\,g)$ પ્રક્રિયકોના દળનો કુલ સરવાળો એ નીપજોના દળના કુલ સરવાળો જેટલો જ થાય છે. આ અવલોકન દર્શાવે છે કે આપેલ પ્રક્રિયામાં દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે.