કાટકોણ ત્રિકોણ $A B C$ માં ખૂણો $B$ કાટખૂણો છે. જો $\tan A =1,$ તો ચકાસો કે $2 \sin A \cos A=1$
$\triangle ABC$માં,
$\tan A =\frac{ BC }{ AB }=1$ (જુઓ આકૃતિ)
એટલે કે $BC = AB$
ધારો કે કોઈ ધન સંખ્યા $k$ માટે $AB = BC =k,$
હવે,$AC=\sqrt{ AB ^{2}+ BC ^{2}}$
$=\sqrt{(k)^{2}+(k)^{2}}=k \sqrt{2}$
માટે, $\sin A=\frac{ BC }{ AC }=\frac{1}{\sqrt{2}} \quad$ અને $\cos A =\frac{ AB }{ AC }=\frac{1}{\sqrt{2}}$
તેથી, $\quad 2 \sin A \cos A =2\left(\frac{1}{\sqrt{2}}\right)\left(\frac{1}{\sqrt{2}}\right)=1,$ સિદ્ધ થાય છે.
$\frac{2 \tan 30^{\circ}}{1+\tan ^{2} 30^{\circ}}=$
$\sin 67^{\circ}+\cos 75^{\circ}$ ને $0^{\circ}$ અને $45^{\circ}$ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો.
જો $\tan ( A + B )=\sqrt{3}$ અને $\tan ( A - B )=\frac{1}{\sqrt{3}} ; 0^{\circ}< A + B \leq 90^{\circ} ; A > B ,$ તો $A$ અને $B$ શોધો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :
$\theta$ ના દરેક મૂલ્ય માટે $\sin \theta=\cos \theta$ થાય.
નીચેના નિયમોમાં જેમના માટે પદાવલિ વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો :
$\sqrt{\frac{1+\sin A }{1-\sin A }}=\sec A +\tan A$