$\triangle$ $PQR$માં, $Q$ કાટખૂણો છે (જુઓ આકૃતિ). $PQ = 3$ સેમી અને $PR = 6$ સેમી હોય, તો $\angle QPR$ અને $\angle PRQ$ શોધો.
$PQ = 3$ સેમી અને $PR = 6$ સેમી આપેલ છે.
હવે $\frac{ PQ }{ PR }=\sin R$
$\sin R =\frac{3}{6}=\frac{1}{2}$
તેથી$\angle PRQ =30^{\circ}$
માટે, $\angle QPR =60^{\circ}$
તમે અહીં જોઈ શકો છો કે, કાટકોણ ત્રિકોણમાં જો કોઈ એક બાજુ અને અન્ય કોઈ એક ભાગ (કોઈ એક લઘુકોણ અથવા તો કોઈ એક બાજુ) આપેલ હોય, તો ત્રિકોણની બાકીની બાજુ અને ખૂણાઓનાં માપ શોધી શકાય છે.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :
જેમ-જેમ $\theta$ નું મૂલ્ય વધે, તેમ તેમ $\sin \theta$ નું મૂલ્ય વધે છે.
સાબિત કરો :
$(i)$ $\tan 48^{\circ} \tan 23^{\circ} \tan 42^{\circ} \tan 67^{\circ}=1$
$(ii)$ $\cos 38^{\circ} \cos 52^{\circ}-\sin 38^{\circ} \sin 52^{\circ}=0$
નીચેના નિયમોમાં જેમના માટે પદાવલિ વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો :
$\frac{\sin \theta-2 \sin ^{3} \theta}{2 \cos ^{3} \theta-\cos \theta}=\tan \theta$
જો $\sec \theta=\frac{13}{12}$ હોય, તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો.
જો $15 \cot A =8$ હોય, તો $\sin A$ અને $\sec A$ શોધો.