એક શહેરમાં $10,000$ પરિવાર રહે છે કે જેમાં $40\%$ પરિવાર સામાયિક $A , 20\%$ પરિવાર સામાયિક $B ,10\%$ પરિવાર સામાયિક $C , 5\%$ પરિવાર સામાયિક $A$ અને $B, 3\%$ પરિવાર સામાયિક $B$ અને $C , 4\%$ પરિવાર સામાયિક $A$ અને $C$ નો ઉપયોગ કરે છે.જો $2\%$ પરિવાર બધાજ સામાયિકનો ઉપયોગ કરે છે તો . . . . પરિવાર માત્ર સામાયિક $A$ નો ઉપયોગ કરે છે.
$3100$
$3300$
$2900$
$1400$
શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $X = \{ $ રામ, ગીતા, અકબર $\} $ છે. શાળાની ફૂટબૉલની ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $Y = \{ $ ગીતા, ડેવિડ, અશોક $\} $ છે. $X \cup Y$ શોધો, અને તેનું અર્થઘટન કરો.
$65$ વ્યક્તિઓના જૂથમાં, $40$ ક્રિકેટ પસંદ કરે છે, $10$ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી ? કેટલા ટેનિસ પસંદ કરે છે ? $65$ પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે.
એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં $38$ ચંદ્રકો ફૂટબૉલમાં, $15$ બાસ્કેટબૉલમાં અને $20$ ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યાં. જો આ ચંદ્રકો કુલ $58$ પુરુષોને મળ્યા હોય અને માત્ર $3$ પુરુષોને ત્રણેય રમતના ચંદ્રકો મળ્યાં હોય. તો કેટલી વ્યક્તિને ત્રણમાંથી બરાબર બે ચંદ્રક મળ્યાં હશે?
એક સમિતિમાં $50$ વ્યક્તિઓ ફ્રેંચ બોલે છે, $20$ સ્પેનિશ બોલે છે અને $10$ વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેંચ બંને બોલે છે. કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે ?
વિદ્યાર્થીઓના એક જૂથમાં, $100$ વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે, $50$ અંગ્રેજી જાણે છે અને $25$ બંને ભાષા જાણે છે. આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?