યુ. એસ. એ અને કેનેડા જેવા દેશમાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. $F=\left(\frac{9}{5}\right) C+32$
$(i)$ ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં $x-$ અક્ષ પર સેલ્સિયસ અને $y-$ અક્ષ પર ફેરનહીટ લઇ આલેખ દોરો.
$(ii)$ જો તાપમાન $30\,^oC$ હોય, તો ફેરનહીટ માં શું તાપમાન થાય?
$(iii)$ જો તાપમાન $95\,^oF$ હોય, તો સેલ્સિયસમાં તાપમાન કેટલું હોય ?
$(iv)$ જો તાપમાન $0\,^oC$ હોય, તો ફેરનહીટમાં તાપમાન કેટલું હોય અને જો તાપમાન $0\,^oF$ હોય તો સેલ્સિયસમાં તાપમાન કેટલું હોય ?
$(v)$ ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય ? જો હા, તો તે શોધો.
આપણી પાસે ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું સૂત્ર છે.
$F =\left(\frac{9}{5}\right) C +32$
જો $C =0$ જો હોય તો, $F =\left(\frac{9}{5}\right) \times 0+32$;
$F =0+32$ ; $F =32$
જો $C =-15$ હોય તો, $F =\left(\frac{9}{5}\right) \times -15+32$;
$=\frac{9}{5} \times(-15)+32$ ; $=-27+32=5$
જો $C =-10$ હોય તો, $F =\left(\frac{9}{5}\right) \times -10+32$;
$=\frac{9}{5} \times(-10)+32$ ; $=-18+32=14$
$C$ | $0$ | $-15$ | $-10$ |
$F$ | $32$ | $5$ | $14$ |
ઉપરોક્ત ક્રમયુક્ત જોડને જોડતાં આલેખ રેખા $AB$ મળે છે.
$(i) $ $x-$ અક્ષ પર સેલ્સિયસ અને $y-$ અક્ષ પર ફેરનહીટ લઈ આલેખ ક્રમવાર દોરવામાં આવ્યો છે.
$(ii)$ જો સેલ્સિયસ $30\,^{\circ}C$ હોય, તો ફેરનહીટનું તાપમાન ગ્રાફ પરથી $86^{\circ}$ મળે છે. $\therefore 30\,^{\circ} C =86\,^{\circ} F$
$(iii)$ જો તાપમાન $95\,^{\circ}F$ હોય, તો ગ્રાફ પરથી તાપમાન $35\,^o$ સે. મળે છે.
$(iv)$ જો તાપમાન $0\,^{\circ}C$ સેલ્સિયસ હોય, તો ફેરનહીટ તાપમાન $32\,^{\circ} F ^{\prime}$ મળે છે અને $0\,^{\circ} F$ હોય, તો તાપમાન $-17.8\,^{\circ} C$ મળે છે.
$(v)$ હા, ફેરનહીટ અને સેલ્સિયમાં સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન મળે છે. $-40\,^{\circ} F =-40\,^{\circ} C$.
જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો, આ બાબત ને બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઇ તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કરાયેલ અંતર $(i)$ $2$ એકમ $(ii)$ $0$ એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો.
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $2x + y = 7$
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $x=4 y$
સમીકરણ $x + 2y = 6$ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
$(i)$ $x=-\,5$
$(ii)$ $y=2$
$(iii)$ $2x=3$
$(iv)$ $5y=2$