આપેલ આકૃતિમાં, એક $M$ દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. ઘર્ષણરહિત સપાટી પર દળ $T$ જેટલા આવર્તકાળ અને $A$ જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા $m$ દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
$A \sqrt{\frac{M-m}{M}}$
$A \sqrt{\frac{M}{M+m}}$
$A \sqrt{\frac{M+m}{M}}$
$A \sqrt{\frac{M}{M-m}}$
એક સ્પ્રિંગનો આવર્તકાળ $T$ છે અને તેના $n$ સરખા નાના ટૂકડામાં કાપવામાં આવે, તો દરેક ટુકડાનો આવર્તકાળ કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ ગોઠવેલ સ્પ્રિંગ પર હલકા સપાટ પાટિયા પર $2\; kg$ દળનો પદાર્થ મૂકેલો છે. સ્પ્રિંગ અને પાટિયાનું દળ અવગણ્ય છે. સ્પ્રિંગને થોડી દબાવીને છોડી દેતાં તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક $200\; N/m$ છે. આ દોલનનો ઓછામાં ઓછો કંપવિસ્તાર કેટલો હોવો જોઇએ જેથી પદાર્થ એ પાટિયા પરથી છૂટો પડી જાય? ($g=10 m/s^2$ લો)
$k_1$ અને $k_2$ બળ-અચળાંકવાળી બે ધિંગોને શ્રેણીમાં જોડતાં પરિણામી બળ-આચળાંક $2$ એકમ મળે છે. જ્યારે તેમને સમાંતર જોડતાં પરિણામી બળ-અચળાંક $9$ એકમ મળે છે તો $k_1$ અને $k_2$ ના મૂલ્યો મેળવો.
$700g$ નો પદાર્થ દૂર કરતાં આવર્તકાળ $3sec$ મળે છે,હવે $500g$ પદાર્થને પણ દૂર કરવામાં આવે તો આવર્તકાળ કેટલો .... $s$ થાય?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $k$ સ્પ્રિંગ-અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગો $m$ દ્રવ્યમાન ના બ્લૉક સાથે અને સ્થિર આધાર સાથે જોડાયેલ છે. બતાવો કે જ્યારે આ દ્રવ્યમાન તેની સંતુલન સ્થિતિથી કોઈ પણ બાજુ સ્થાનાંતરિત (વિસ્થાપિત) થાય, ત્યારે તે એક સરળ આવર્તગતિ કરે છે. આ દોલનોનો આવર્તકાળ શોધો.