એક વર્ગમાં $100$ વિર્ધાથી છે જેમાંથી $55$ ગણિતમાં અને $67$ માં ભૈતિક વિજ્ઞાનમાં પાસ થાય છે.તો માત્ર ભૈતિક વિજ્ઞાનમાં પાસ થયેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
એક સર્વેક્ષણમાં $21$ વ્યક્તિ ઉત્પાદન $A$ પસંદ કરે છે, $26$ ઉત્પાદન $B$ પસંદ કરે છે અને $29$ ઉત્પાદન $C$ પસંદ કરે છે. જો $14$ વ્યક્તિઓ ઉત્પાદન $A$ અને $B$ બંને પસંદ કરતી હોય, $12$ વ્યક્તિઓ ઉત્પાદન $C$ અને $A$ પસંદ કરતી હોય, $14$ વ્યક્તિઓ ઉત્પાદન $B $ અને $C$ પસંદ કરતી હોય તથા $8$ વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય, તો માત્ર ઉત્પાદન $C $ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધો.
એક શાળામાં $20$ શિક્ષકો ગણિત અથવા ભૌતિકવિજ્ઞાન શીખવે છે. આ શિક્ષકો પૈકી $12$ ગણિત શીખવે છે અને $4$ ભૌતિકવિજ્ઞાન અને ગણિત બંને વિષય શીખવે છે. કેટલા શિક્ષકો ભૌતિકવિજ્ઞાન શીખવતા હશે ?
એક સમિતિમાં $50$ વ્યક્તિઓ ફ્રેંચ બોલે છે, $20$ સ્પેનિશ બોલે છે અને $10$ વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેંચ બંને બોલે છે. કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે ?
એક શહેરમાં $10,000$ પરિવાર રહે છે કે જેમાં $40\%$ પરિવાર સામાયિક $A , 20\%$ પરિવાર સામાયિક $B ,10\%$ પરિવાર સામાયિક $C , 5\%$ પરિવાર સામાયિક $A$ અને $B, 3\%$ પરિવાર સામાયિક $B$ અને $C , 4\%$ પરિવાર સામાયિક $A$ અને $C$ નો ઉપયોગ કરે છે.જો $2\%$ પરિવાર બધાજ સામાયિકનો ઉપયોગ કરે છે તો . . . . પરિવાર માત્ર સામાયિક $A$ નો ઉપયોગ કરે છે.