એક સ્કુલમાં $800$ વિર્ધાથી છે,જેમાંથી $224$  ક્રિકેટ ,$240$ હોકી ,$336$ બાસ્કેટબોલ રમે છે.જો કુલ વિર્ધાથીમાંથી , $64$ બાસ્કેટબોલ અને હોકી ,$80$ ક્રિકેટ અને બાસ્કેટબોલ તથા $40$ ક્રિકેટ અને હોકી રમે છે. જો $24$ વિર્ધાથી ત્રણેય રમત રમતાં હોય તો  . . . .  વિર્ધાથી એકપણ રમત રમતાં નથી.

  • A

    $128$

  • B

    $216$

  • C

    $240$

  • D

    $160$

Similar Questions

એક વર્ગમાં $30$ વિર્ધાથી છે.જો $12$ એ મિસ્ત્રી કામ , $16$ એ ભૈતિક વિજ્ઞાન , $18$ એ ઇતિહાસ વિષય પસંદ કરે છે.જો $30$ વિર્ધાથી પૈકી દરેકે ઓછામાં ઓછો એક વિષય પસંદ કરે છે અને કોઇપણ વિર્ધાથી ત્રણેય વિષય પસંદ ન કરે તો બે વિષય પસંદ કરેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.

એક સર્વેક્ષણમાં $21$ વ્યક્તિ ઉત્પાદન $A$ પસંદ કરે છે, $26$ ઉત્પાદન $B$ પસંદ કરે છે અને $29$ ઉત્પાદન $C$ પસંદ કરે છે. જો $14$ વ્યક્તિઓ ઉત્પાદન $A$ અને $B$ બંને પસંદ કરતી હોય, $12$ વ્યક્તિઓ ઉત્પાદન $C$ અને $A$ પસંદ કરતી હોય, $14$ વ્યક્તિઓ ઉત્પાદન $B $ અને $C$ પસંદ કરતી હોય તથા $8$ વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય, તો માત્ર ઉત્પાદન $C $ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધો.

$400$ વ્યક્તિઓના સમૂહમાં, $250$ હિન્દી બોલી શકે છે અને $200$ અંગ્રેજી બોલી શકે છે, તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે ? $400$ પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે.

એક શહેરમાં $10,000$ પરિવાર રહે છે કે જેમાં $40\%$ પરિવાર સામાયિક $A , 20\%$ પરિવાર સામાયિક $B ,10\%$ પરિવાર સામાયિક $C , 5\%$ પરિવાર સામાયિક $A$ અને $B, 3\%$ પરિવાર સામાયિક $B$ અને $C , 4\%$ પરિવાર સામાયિક $A$ અને $C$ નો ઉપયોગ કરે છે.જો $2\%$ પરિવાર બધાજ સામાયિકનો ઉપયોગ કરે છે તો . . .  . પરિવાર માત્ર સામાયિક $A$ નો ઉપયોગ કરે છે.

એક બજાર-સંશોધન જૂથે $1000$ ઉપભોક્તાઓની મોજણી કરી અને શોધ્યું કે $720$ ગ્રાહકો ઉત્પાદન $\mathrm{A}$ પસંદ કરે છે અને $450$ ઉત્પાદન $\mathrm{B}$ પસંદ કરે છે. બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે ?