આપેલ સમીકરણ પરિમાણિક દૃષ્ટિએ સાચું છે કે નહિ તે ચકાસો. $\frac{1}{2} m v^{2}=m g h$ જ્યાં $m$ પદાર્થનું દળ, $v$ તેનો વેગ, $g$ ગુરુત્વપ્રવેગ અને $h$ ઊંચાઈ છે.
ડાબી બાજુનાં પરિમાણ
$[ M ]\left[ L T ^{-1}\right]^{2}=[ M ]\left[ L ^{2} T ^{-2}\right]$
$=\left[ M L ^{2} T ^{-2}\right]$
જમણી બાજુનાં પરિમાણ
$[ M ]\left[ L T ^{-2}\right][ L ]=[ M ]\left[ L ^{2} T ^{-2}\right]$
$=\left[ M L ^{2} T ^{-2}\right]$
અહીં, ડાબી બાજુ અને જમણી બાજુનાં પરિમાણો સમાન છે. એટલે કે સમીકરણ પરિમાણિક દૃષ્ટિએ સાચું છે.
જો $x$ અને $a$ અંતર હોય તો પરિમાણિક રીતે સાચા આપેલ સમીકરણમાં $n$ નું મૂલ્ય કેટલું હશે?
$\int {\frac{{dx}}{{\sqrt {{a^2}\, - \,{x^n}} \,}}\, = \,{{\sin }^{ - 1}}\,\frac{x}{a}} $
પૃથ્વીની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મેળવાતી સુર્યની ઉર્જાને સોલર અચળાંક કહે છે. તો સોલર અચળાંકનું પરિમાણ શું થાય?
$A, B, C$ અને $D$ એ ચાર અલગ અલગ પરિમાણ ધરાવતી અલગ અલગ ભૌતિક રાશિઓ છે. તે પૈકી કોઈપણ પરિમાણરહિત નથી, પરંતુ $AD = C\, ln\, (BD)$ સૂત્ર સાચું છે. તો નીચે પૈકી કયો સંબંધ નિરર્થક રાશી છે?
મુક્તપતન કરતાં પદાર્થનો વેગ ${g^p}{h^q}$ મુજબ બદલાય છે. જ્યાં $g$ ગુરુત્વપ્રવેગ અને $h$ ઊંચાઈ છે. તો $p$ અને $q$ ના મૂલ્યો કેટલા હશે?
$\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)$ નું પરિમાણ ......... થશે. $\left(\mu_{0}:\right.$ શૂન્યાવકાશની પારગમ્યતા અને $B$ : ચુંબકીય ક્ષેત્ર )