એકલ વિધુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિધુતઊર્જાનું સૂત્ર મેળવો.
બાહ્ય ક્ષેત્ર $\overrightarrow{ E }$ અને તેને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન $V$ એ બિંદુએ બિંદુએ બદલાઈ શકે છે.
વિદ્યુતસ્થિતિમાનની વ્યાખ્યા મુજબ, વિદ્યુતસ્થિતિમાન એ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી $P$ બિંદુએ લાવવા કરવું
પડતું કાર્ય છે. (અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય ધારેલું છે.)
આમ, વિદ્યુતભાર $q$ ને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાંના $P$ બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય $W =q V$.
આ કાર્ય $q$ ની સ્થિતિઊર્જા રૂપે સંગ્રહ પામે છે.
$\therefore U =q V$ પાસે વિદ્યુતસ્થિતિઊર્જા,
જો કોઈ ઉગમબિંદુની સાપેક્ષે $P$ નો સ્થાનસદિશ $\vec{r}$ હોય, તો વિદ્યુતભાર $q$ ને બાહ્ય ક્ષેત્રમાં $\vec{r}$ સ્થાનસદિશ ધરાવતાં બિંદુ પાસે વિદ્યુતસ્થિતિઊર્જા,
$U (\vec{r})=q V (\vec{r})$
એટલે કે,
બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિઊર્જા = વિદ્યુતભાર $\times$ બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાન
$\alpha - $કણ $70\ V$ થી $50\ V$ વોલ્ટેજ ધરાવતાં બિંદુ પર જતાં ગતિઊર્જા કેટલી થાય?
$l$ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ના દરેક શિરોબિંદુ પર $q$ વિજભાર મૂકેલા છે.તો તંત્રની કુલ સ્થિતિઉર્જા કેટલી થશે?
ઋણ વિદ્યુતભાર કરેલી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર ઘનતા $2 \times 10^{-6}\ C/m^2$ છે તો હવે $200\ eV$ ઊર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્લેટ તરફ ગતી કરે છે પરંતુ પ્લેટને અથડાતો નથી તો તેનું પ્લેટથી પ્રારંભીક અંતર........$mm$ શોધો.
$12\ \mu C$ અને $8\ \mu C$ ના બે બિંદુવત ધન વિદ્યુતભાર $10\, cm$ દૂર આવેલા છે. તેમને $4 \,cm$ નજીક લાવતાં થતું કાર્ય ......છે.
વિધુત સ્થિતિઊર્જા સમજાવો અને ગતિઊર્જા અને વિધુત સ્થિતિઊર્જા (ટૂંકમાં સ્થિતિ ઊર્જા)નો સરવાળો અચળ છે તેમ સમજાવો.