એક આવર્તકાળ $T$ જેટલા સમયમાં સરેરાશ વિકિરણ ફલક્સ ઘનતાનું મૂલ્ય $S = \frac{1}{{2c{\mu _0}}}E_0^2$ થી આપવામાં આવે છે તેમ બતાવો.
વિકિરણ ફલક્સ ધનતા
$S =\frac{1}{\mu_{0}}(\overrightarrow{ E } \times \overrightarrow{ B })$
$\therefore S =c^{2} \in_{0}(\overrightarrow{ E } \times \overrightarrow{ B })\dots(1)$
$[\because c\left.=\frac{1}{\sqrt{\mu_{0} \in_{0}}}\right]$
ધારો કે, વિદ્યુતચુંબકીય તરંગો $x$-અક્ષની દિશામાં પ્રસરે છે. વિદ્યુતચુંબકીય તરંગોનો વિદ્યુતક્ષેત્ર સદિશ $y$-દિશામાં અને ચુંબકીયક્ષેત સદિશ $z$-દિશામાં હશે તેથી,
$\overrightarrow{ E }=\overrightarrow{ E _{0}} \cos (k x-\omega t)$
$\overrightarrow{ B }=\overrightarrow{ B _{0}} \cos (k x-\omega t)$
$\overrightarrow{ E } \times \overrightarrow{ B }=\left(\overrightarrow{ E }_{0} \times \overrightarrow{ B _{0}}\right) \cos ^{2}(k x-\omega t)$
$S =c^{2} \in_{0}(\overrightarrow{ E } \times \overrightarrow{ B }) \quad[\because$ સમીકરણ $(1)$ પરથી,$]$
$c^{2} \in_{0}\left(\overrightarrow{ E }_{0} \times \overrightarrow{ B _{0}}\right) \cos ^{2}(k x-\omega t)$
એક પૂર્ણ ચક્ર પરનું વિકિરણ ફલક્સ ધનતાનું સરેરાશ મૂલ્ય,
$S_{avg}=c^{2} \in_{0}\left|\overrightarrow{ E }_{0} \times \overrightarrow{ B }_{0}\right| \frac{1}{ T } \int_{0}^{ T } \cos ^{2}(k x-\omega t) d t$
$=c^{2} \in_{0} E _{0} B _{0} \times \frac{1}{ T } \times \frac{ T }{2} \quad\left[\because\left|\overrightarrow{ E }_{0} \times \overrightarrow{ B }_{0}\right|= E _{0} B _{0} \sin 90^{\circ}= E _{0} B _{0}\right]$
અને $\int_{0}^{ T } \cos ^{2}(k x-\omega t) d t=\frac{ T }{2}$
$S_{avg}=\frac{c^{2}}{2} \cdot \epsilon_{0} E _{0}\left(\frac{ E _{0}}{c}\right) \quad\left[\because c=\frac{ E _{0}}{ B _{0}} \Rightarrow B _{0}=\frac{ E _{0}^{2}}{c}\right]$
$=\frac{c}{2} \epsilon_{0} E _{0}^{2}$
$=\frac{c}{2} \times \frac{1}{c^{2} \mu_{0}} \times E _{0}^{2} \quad\left[\because c=\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}} \Rightarrow \epsilon_{0}=\frac{1}{c^{2} \mu_{0}}\right]$
$=\frac{ E _{0}^{2}}{2 \mu_{0} c}$
માધ્યમના પ્રકાશીય ગુણધર્મો, તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી $({ \in _r})$ અને સાપેક્ષ પરમિએબિલિટી $(\mu _r)$ વડે નક્કી થતા હોય છે, જેમ કે તેનો વક્રીભવનાંક, સૂત્ર $n = \sqrt {{ \in _r}{\mu _r}} $ વડે મળે છે. સામાન્યતઃ મોટાભાગના પ્રકાશીય માધ્યમો માટે , ${ \in _r} > 0$ અને $\mu _r> 0$ અને તેથી ${ \in _r}{\mu _r}$ નું વર્ગમૂળ લેતી વખતે મળતાં ધન અને ઋણ મૂલ્યો પૈકી ધન મૂલ્ય લેતાં $n > 0$ મળે છે. પરંતુ $1964$ માં V. Veselago નામના રશિયન વૈજ્ઞાનિકે $\in _r < 0$ તથા $u_r < 0$ ધરાવતા દ્રવ્યોના અસ્તિત્વ વિશે આગાહી કરી હતી. ત્યારબાદ “metamaterials” તરીકે ઓળખાતા આવા દ્રવ્યોનું ઉત્પાદન પ્રયોગશાળામાં કરીને તેમના પ્રકાશીય ગુણધર્મોનો પ્રાયોગિક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આવા દ્રવ્યો માટે $n = - \sqrt {{ \in _r}{\mu _r}} $ અત્રે આવા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય છે ત્યારે તેમાંના પ્રકાશ સદિશોનું પ્રસરણ, મૂળ દિશાથી દૂરની તરફ થતું હોય છે.
ઉપરોક્ત વર્ણન પરથી સાબિત કરો કે,
$(i)$ આવા માધ્યમની સપાટી પર પ્રકાશનું કિરણ, (આપાત બિંદુમાંથી પસાર થતા આપાત સમતલમાં વિચારેલા ચાર ચરણ પૈકી) બીજા ચરણમાં રહીને $\theta $ ખૂણે આપાત થાય તો વક્રીભૂત કિરણ ત્રીજા ચરણમાં મળશે અને
$(ii)$ આ કિસ્સામાં પણ સ્નેલના નિયમનું પાલન તો થાય છે જ.
વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.
એક વિદ્યુત બલલ્બનું રેટીંગ $200\, W$ છે. આ બલ્બ માથી નીકળતા વિકિરણને કારણે $4\, m$ અંતરે કેટલું મહત્તમ યુંબકીય ક્ષેત્ર ($\times 10^{-8}\, T$ માં) હશે $?$ આ બલ્બને બિંદુવત્ત ધારો અને તેની કાર્યક્ષમતા $3.5%$ છે.
$\mu_0$ મુક્ત અવકાશ પરમીએબીલીટી અને $\varepsilon_0$ પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : $c-$ મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)
$y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.