$20$ અવલોકનનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2.5$ છે. એક અવલોકન ભૂલ થી $35$ ને બદલે $25$ લેવાય ગયું છે. જો $\alpha$ અને $\sqrt{\beta}$ એ સાચી માહિતીના મધ્યક અને પ્રમાણિત વિચલન છે તો $(\alpha, \beta)$ ની કિમંત મેળવો.
$(11,26)$
$(10.5,25)$
$(11,25)$
$(10.5,26)$
આપેલ માહિતી $6,10,7,13, a, 12, b, 12$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $9$ અને $\frac{37}{4}$ હોય તો $(a-b)^{2}$ ની કિમંત મેળવો.
પ્રથમ $n$ પ્રાકૂર્તિક સંખ્યાનું વિચરણ $10$ છે અને પ્રથમ $m$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ $16$ હોય તો $m + n$ મેળવો.
અવલોકનોનાં બે ગણના આંકડાઓ નીચે મુજબ આપેલ છે :
કદ | મધ્યક | વિચરણ | |
અવલોકન $I$ | $10$ | $2$ | $2$ |
અવલોકન $II$ | $n$ | $3$ | $1$ |
જો બંને અવલોકનોનાં સંયુક્ત ગણનો વિચરણ $\frac{17}{9}$ હોય, તો $n$ નું મૂલ્ય ..... છે.
સાત અવલોકન નો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો બે અવલોકનો $6$ અને $8,$ હોય તો બાકીના $5$ અવલોકનનું વિચરણ મેળવો.
એક $60$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $650$ કલાકો અને પ્રમાણિત વિચલન $8$ કલાકો છે બીજા $80$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $660$ કલાકો અને પ્રમાણિત વિચલન $7$ કલાકો છે તો બધાનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?