કોઈ પણ ગતિમાન પદાર્થ માટે તેના સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું સંખ્યાત્મક મૂલ્ય ...... થાય.
હંમેશાં $1$ કરતાં નાનું હોય છે.
હંમેશાં $1$ જેટલું હોય છે.
$1$ જેટલું કે $1$ કરતાં ઓછું હોય છે.
હંમેશાં $1$ કરતાં વધુ હોય છે.
એક કાર સ્થિર સ્થિતિથી શરૂ કરી અક્ષને સમાંતર $ 8\,s $ સુધી $5\, ms^{-2}$ ના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ કાર નિયમિત વેગથી ગતિ કરે છે, તો સ્થિર સ્થિતિથી શરૂ કરી ગતિની શરૂઆત બાદ $12\, s$ માં આ કાર કેટલું અંતર કાપશે ?
એક પદાર્થ $150 \,m $ ઊંચાઈ પર સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. તે જ સમયે અન્ય એક પદાર્થને તે જ રીતે $100 \,m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં જો પ્રવેગ સમાન હોય, તો $2\, s$ બાદ તેમની ઊંચાઈઓમાં શું તફાવત હશે ?
$5 \times 10^4\, ms^{-1}$ ના વેગથી ગતિમાન ઇલેક્ટ્રૉન, કોઈ સમાન વિધુતક્ષેત્રમાં પ્રવેશી, ગતિની દિશામાં $10^4\, ms^{-2}$ નો નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરે છે, તો
$(i)$ પદાર્થ તેના પ્રારંભિક વેગથી બમણો વેગ મેળવે તે માટેના સમયગાળાની ગણતરી કરો.
$(ii) $ આ સમય દરમિયાન ઇલેક્ટ્રૉન કેટલું અંતર કાપશે ?
$v -t$ ના આલેખમાં અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક -રાશિનો એકમ કયો થાય ?
એક પથ્થર શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકતાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી ત્યાંથી પાછો નીચે આવે છે, તો તેની ગતિ માટે વેગ-સમયનો આલેખ દર્શાવો.