એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યાં$(r)$, લંબાઈ $(l)$ અને અવરોધ $(R)$
$\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}$
$\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}$
$l=(15 \pm 0.2) \mathrm{cm}$
મુજબ માપવામાં આવે છે.તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ___________છે.
$25.6 \%$
$39.9 \%$
$37.3 \%$
$35.6 \%$
એક વિદ્યાર્થી આપેલા સમયમાં શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થના મુક્ત પતન દરમિયાન કાપેલા અંતરને માપે છે. તે આ માહિતીનો ઉપયોગ કરીને $g$, ગુરુત્વાકર્ષણના પ્રવેગનો અંદાજ કાઢે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય, તો $g$ ના અંદાજમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?
પ્રાયોગિક રીતે માપેલ રાશિઓ $a, b$ અને $c $ અને $X$ ને $X = ab^2/C^3$ સૂત્રથી દર્શાવવામાં આવે છે. જો $a, b $ અને $c $ ની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $\pm 1\%, 3\% $ અને $2\%$ હોય તો $X$ ની પ્રતિશત ત્રુટિ કેટલી હશે ?
દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2\%$ ની હોય,તો ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ ......... $\%$ થશે.
એક વિદ્યાર્થીં Searle's રીતથી $ 2m$ લંબાઈના એક તારના યંગના સ્થિતિ સ્થાપક અચળાંકની ગણતરી માટે પ્રયોગ કરે છે. ચોકસાઈપૂર્વકના અવલોકનમાં બરાબર $10 kg$ ના લોડ આગળ વિદ્યાર્થીંએ આપ્યું કે તારની લંબાઈ વિસ્તરણ $ \pm 0.05 mm $ અચોકકસતા સાથે $ 0.88\,mm $ જેટલું થાય છે. તે વિદ્યાર્થીં તારનો વ્યાસનું મૂલ્ય પણ $\pm 0.01 mm $અચોકકસતા સાથે $0.4 mm $ માપે છે. $g = 9.8 m/s^2$ (ચોકકસ) લો. અવલોકનમાં યંગનો સ્થિતિ સ્થાપકતા અચળાંક શોધો.
લઘુતમ માપ કોને કહે છે ? લઘુતમ માપ ત્રુટિ એટલે શું ?