ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ $\alpha $ છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?

  • [JEE MAIN 2018]
  • A

    $\frac{2}{3}\alpha $

  • B

    $\frac{5}{2}\alpha $

  • C

    $\frac{3}{2}\alpha $

  • D

    $\alpha $

Similar Questions

નળાકારની લંબાઇ $0.1\, cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી માપતા $5 \,cm$ મળે છે,અને $0.01\,cm$ લઘુતમ માપશકિત ધરાવતા સાધનથી ત્રિજયા માપતા $2.0 \,cm$ મળે છે,તો નળાકારના કદમાં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.

ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ $\%$

  • [JEE MAIN 2018]

એક સાર્વજનિક યોરસ બાગ, $(100 \pm 0.2) \,m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુ ની લંબાઈ ............. $m$ હશે?

નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો.

બરાબર $1\,m$ લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં $1\,kg$ ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો $0.4\,mm$ જેટલો વધારો $\pm 0.02\,mm$ ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ $\pm 0.01\,mm$ ની અનિશ્ચિતતા સાથે $0.4\,mm$ નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી $(\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}$ મળે છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

($g=10\,ms ^{-2}$ લો.)

  • [JEE MAIN 2022]