એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે : પ્રથમ કિલોમીટર માટે ભાડુ Rs. $8$ અને ત્યાર બાદ દરેક કિલોમીટ માટે ભાડુ Rs. $5$ પ્રતિ કિલોમીટર છે. કાપેલ અંતર $x$ કિલોમીટર અને કુલ ભાડુ Rs. $y$ લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો.
અહીં સમગ્ર કાપેલ અંતર $x$ $km$ છે.
ટેક્સી ભાડું કુલ Rs. $y$ છે.
$1$ કિમીનું ભાડું Rs.$8$
બાકી રહેલ અંતર $=$ $(x -1)$ કિલોમીટર
$(x -1) $ કિમી $=$ Rs. $ 5(x-1)$
$=5 x-5$
આપેલ શરત મુજબ $y=8+5 x-5$
$y=5 x+3$
$\therefore $ દ્વિચલ સુરેખ સમીકરણ $(\therefore y=5 x+3)$
ઉપરોક્ત ક્રમયુક્ત જોડને આલેખમાં નિરૂપણ કરતા
$x$ | $0$ | $-1$ | $-2$ |
$y$ | $3$ | $-2$ | $-7$ |
સુરેખ રેખા $PQ$ મળે છે. જે $y = 5x + 3$ ની સુરેખ રેખા છે.
દ્વિચલ સુરેખ સમીકરણ $5x - y + 3 = 0 $ મળે.
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $-2 x+3 y=6$
જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો, આ બાબત ને બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઇ તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કરાયેલ અંતર $(i)$ $2$ એકમ $(ii)$ $0$ એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો.
સમીકરણ $2x + 1 = x -3$ ને ઉકેલો અને તેના ઉકેલને $(i)$ સંખ્યારેખા પ૨ $(ii) $ કાર્તેઝિય સમતલમાં દર્શાવો.
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(\sqrt{2},\, 4 \sqrt{2})$
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $x=3 y$