એક કણ માટે વેગ $\to $ સ્થાનાંતરનો આલેખ નીચે દર્શાવ્યો છે.
$(a)$ $v$ અને $x$ વચ્ચેનો સંબંધ લખો.
$(b)$ પ્રવેગ અને સ્થાનાંતરનો સંબંધ મેળવો અને તેનો આલેખ દોરો.
કણનો પ્રારંભિક વેગ $v_{0}$ અને $t$ સમયમાં કાપેલું અંતર $x_{0}$ છે.
ધારો કે $0$ અને $t$ સમયની વચ્ચેના કોઈ પણ સમયે કણ $P (x, v)$ સ્થાને છે, જ્યાં તેનો વેગ $v$ અને સ્થાનાંતર $x$ છે.
આલેખ, પરથી $\tan \theta=\frac{ OA }{ OB }=\frac{v_{0}}{x_{0}}$
અને આલેખનો ઢાળ $(\tan \theta)=\frac{v_{0}-v}{0-x}=\frac{v_{0}-v}{x} \ldots$
સમી. $(1)$ અને $(2)$ પરથી
$\therefore \frac{v_{0}-v}{x}=\frac{v_{0}}{x_{0}}$
$\therefore v_{0}-v=\frac{v_{0}}{x_{0}} \cdot x$
$\therefore v=-\frac{v_{0}}{x_{0}} \cdot x+v_{0}$
સમય $t$ ની સાપેક્ષે વિકલન કરતાં
$\therefore \frac{d v}{d t}=-\frac{v_{0}}{x_{0}} \cdot \frac{d x}{d t}+0\left[\because v_{0}=\right.$ અચળ, $x_{0}=$ અચળ $]$
$\therefore a=\frac{-v_{0}}{x_{0}} \cdot v \quad \ldots(4)\left[\because \frac{d x}{d t}=v\right]$
સમી.$(4)$માં સમી.$(3)$ની કિંમત મૂકતાં,
$a=\frac{-v_{0}}{x_{0}}\left(\frac{-v_{0}}{x_{0}} \cdot x+v_{0}\right)$
$\therefore a=\frac{v_{0}^{2}}{x_{0}^{2}} \cdot x-\frac{v_{0}^{2}}{x_{0}}$
સુરેખ રાજમાર્ગ પર $126 \;\mathrm{km} h^{-1}$ જેટલા ઝડપે દોડી રહેલી એક કાર $200 \;m $અંતર કાપીને ઊભી રાખવી છે તો કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે ?
ગતિ કરતાં કોઈ પણ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન ક્યારે હશે ?
$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?
વિધાન: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હમેશાં સીધી રેખામાં જ ગતિ કરે છે.
કારણ: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઝડપ ન પણ વધારે.
વેગ $(v)$ - સમય $(t)$ નો $x$- અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણ માટેનો આલેખ આકૃતિ દર્શાવવામાં આવે છે. સ્થાન $(x)$ સમય $(t)$ કોના દ્વારા શ્રેષ્ઠ રજુ થાય છે?