$a$ અને $b$ ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને એક સુવાહક તારથી એકબીજાને જોડવામાં આવે છે. બે ગોળાઓના અનુક્રમે વિદ્યુતભારનો ગુણોત્તર. . . . . .હશે.
$\sqrt{\mathrm{ab}}$
$a b$
$\frac{a}{b}$
$\frac{\mathrm{b}}{\mathrm{a}}$
જો આવરણવાળા અને વિધુતભારરહિત વાહકને એક વિધુતભારિત વાહકની નજીક મૂકેલું હોય અને બીજા કોઈ વાહકો ન હોય તો વિધુતભારરહિત પદાર્થ વિધુતભારિત પદાર્થ અને અનંત અંતરે રહેલા પદાર્થના સ્થિતિમાનની વચ્ચેની જગ્યાએ (સ્થળે) હોવું જોઈએ તેવું સમજાવો.
વિધુતસ્થિતિમાનની વ્યાખ્યા આપી સમજાવો અને તેનો $\mathrm{SI}$ એકમ લખો અને અન્ય એકમો જણાવો.
સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)
$R$ ત્રિજ્યાની ધાત્વિય ગોળીય કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ નો વિધુતસ્થિતિમાન સાથેનો આલેખ નીચેનામાંથી ક્યો છે?
${{\rm{R}}_1}$ અને ${{\rm{R}}_2}$ $\left( {{{\rm{R}}_1} > {{\rm{R}}_2}} \right)$ ત્રિજ્યાવાળા બે વાહક ગોળાઓ વિચારો. જો બંને ગોળાઓ સમાન સ્થિતિમાને હોય, તો નાના ગોળાઓ પરના વિધુતભાર કરતાં મોટા ગોળા પર વધુ વિધુતભાર હોય. મોટા ગોળા કરતાં નાના ગોળા પર વિધુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય કે ઓછી તે જણાવો.