બે સમાન સ્પિંગ્રો $P$ અને $Q$ ના બળ અચળાંક અનુક્રમે $K_P $ અને $K_Q$ એવા છે, કે જયાં $K_P > K_Q$ છે. પ્રથમ વખત (કિસ્સો $a$) બંને સમાન લંબાઈથી ખેંચાય છે અને બીજી વખત (કિસ્સો $b$) સમાન બળ સાથે. સ્પ્રિંગ દ્વારા થતા કાર્ય અનુક્રમે $W_P$ અને $W_Q$ હોય, તો બંને કિસ્સા $(a)$ અને $(b)$ માં તેમની વચ્ચેનો સંબંધ અનુક્રમે શું થાય?
$W_P=W_Q ,W_P >W_Q$
$W_P=W_Q , W_P =W_Q$
$W_P >W_Q , W_Q > W_P$
$W_P < W_Q , W_Q < W_P$
સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા સમજાવો અને તેનું સૂત્ર મેળવો.
જયારે સ્પિંગ્રને $1\,cm$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે.હવે,તેને $4 cm$ ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થાય?
એક બ્લોકને સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે બાંધવામાં આવેલ છે. બ્લોકને ઘર્ષણરહિત સપાટી ઉપર $t=0$ સમયે વિરામ સ્થિતિમાંથી સમતોલન સ્થિતિમાં $x=0$ માંથી $x=10\,cm$ જેટલો ખેંચવામાં આવે છે. $x=5\,cm$ આગળ બ્લોકની ઊર્જા $0.25\,J$ છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $............Nm ^{-1}$ હશે.
$M$ દળવાળા બ્લોકને સ્પ્રિંગના નીચેના છેડે લગાડવામાં આવે છે. સ્પ્રિંગને છત સાથે લટકાવેલ છે અને તેનો બળ અચળાંક $k$ છે. બ્લોકને સ્પ્રિંગની ખેંચાણ વગરની મૂળ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. સ્પ્રિંગની લંબાઇમાં થતો મહત્તમ વધારો કેટલો હશે?
ચલિતબળનું ઉદાહરણ સમજાવો અને હૂકના નિયમનું સૂત્ર તારવો