હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હવાઈ પુષ્પોમાં બે પ્રકારના પરાગનયન (કેસ્મોગેમી Chasmog-amy) જોવા મળે છે. એટલે કે સ્વપરાગનયન અને પરંપરાગનયન.

$(a)$ સ્વપરાગનયન (સ્વફલન) $:$ એક જ પુષ્યના પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન ઉપર જવાની ક્રિયાને સ્વપરાગનયન કહે છે. આ સંવૃત પુષ્કતા અને હવાઈ પુષ્પો બંનેમાં જોવા મળે છે.

$(b)$ પર-પરાગનયન (એલોગેમી) : પરાગરજોનું પરાગાશયમાંથી અન્ય પુષ્પના પરાગાસન ઉપર જવાની પ્રક્રિયાને પરંપરાગનયન કહે છે. તે બે જાતિના છે : $(i)$ ગેઇટોનોગેમી : એક જ વનસ્પતિના એક પુષ્પ ઉપરથી પરાગાશયમાંથી પરાગરજોને તે જ વનસ્પતિના બીજા પુખના પરાગાસન ઉપર લઈ જવામાં આવે છે, તે પરંપરાગનયનની ક્રિયાત્મક પ્રકાર છે. જેમાં પરાગરજ વાહકનો ઉપયોગ થાય છે. જનીનિક રીતે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે, કારણ કે પરાગરજ એક જ વનસ્પતિ ઉપરથી આવે છે.

$(ii)$ પરવશ (ઝેનોગેમી) : એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ, બીજી વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયા પરાગનયનનો આ પ્રકાર કે જે જનીનિક રીતે અલગ પ્રકારની પરાગરજો પરાગાસન ઉપર આવે છે.

964-s103

Similar Questions

આકૃતિ માટે સારું વાકય શોધો :

સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

હવાઈ પુષ્પોનો શો અર્થ છે ? શું સંવૃત પુષ્પોમાં પરપરાગનયન થાય છે ? તમારા જવાબ માટે કારણ આપો.

પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?