- Home
- Standard 10
- Science
તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.
Solution
અવક્ષેપન પ્રક્રિયા : એવી કોઈ પણ પ્રક્રિયા કે જેના દ્વારા પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉદ્ભવે તો તે અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપન કહે છે અને આવી કોઈ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે, તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય છે. દા.ત.,
$(i)$ જયારે બૅરિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને જયારે સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે નીચે મુજબ બૅરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ ઉદભવે છે.
$BaCl _{2}(a q)+ Na _{2} SO _{4}(a q) \rightarrow BaSO _{4}(s)+2 NaCl (a q)$
સફેદ અવક્ષેપ
$(ii)$ જ્યારે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે સિલ્વર ક્લોરાઇડના પાણીમાં અદ્રાવ્ય સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે.
$AgNO _{3}(a q)+ NaCl (a q) \rightarrow AgCl (s)+\operatorname{NaNO}_{3}(a q)$
સફેદ અવક્ષેપ