નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.
ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.
જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?
કોઈ પણ સાધનથી માપેલ માપનમાં ત્રુટિ કેટલી હોય છે ?
નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિઓ પૈકી કોને એકમ હોય અને કોને એકમ ન હોય ?
$6.28$ સેમી. લાંબા રેસાની લંબાઈનું સૌથી યોક્કસ અવલોકન ....... $cm$ છે?