ઋતુચક્ર કોને કહે છે ? તેના તબક્કા વર્ણવો.
માદા પ્રાઇમેટ (ઉદા. વાનરો, એપ્સ અને માનવ)માં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે.
પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે, જેને રજોદર્શન (menarche) પણ કહે છે.
માનવની માદામાં (સ્ત્રીઓમાં) ઋતુસ્ત્રાવ સરેરાશ $28-29$ દિવસોના અંતરાલમાં પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ (menstruation)થી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ઘટનાને ઋતુચક્ર કહે છે.
દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ (ovum) મુક્ત થાય છે (અંડપાત - ovulation).
ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે.
રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવાં કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે.
આ ચક્રની ઘટનાઓ $28$ દિવસમાં નીચે પ્રમાણે ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય $:$
ઋતુસ્ત્રાવ તબક્કો (Menstrual Phase) (દિવસ $1-5) \,:$ રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તૂટી જાય છે. તેને કારણે રુધિરનો સ્રાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે. તે $3-5$ દિવસ ટકે છે.
આ સમય દરમિયાન આશરે $50\, ml$થી $150\, ml$ રુધિર વ્યય પામે છે. આ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહે છે. ઋતુસ્ત્રાવનો અભાવે ગર્ભધારણની સૂચક નિશાની છે.
કેટલાંક અન્ય કારણો જેવાં કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.
પુટ્ટિકીય તબક્કો (Follicular Phase) (દિવસ $6-14)$ $:$ આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથે-સાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર (proliferation) દ્વારા પુનઃસર્જન પામે છે.
અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિયૂટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે.
ગોનેડોટ્રોપિન્સ $(LH$ અને $FSH)$નો સ્રાવ પુટ્ટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટ્ટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્રાવને ઉત્તેજે છે.
ચક્રની મધ્યમાં (આશરે $14$માં દિવસે) $LH$ અને $FSH$ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે.
$LH$નો ઝડપી સ્રાવ તેને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને $LH$ પરાકાષ્ઠા કહે છે. જે ગ્રાફિયન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે (અંડકોષપાત).
પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?
$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય ?
ઋતુચક્ર એટલે શું? ક્યા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
કયું વિધાન સાચું નથી ?
પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં સંક્રમણ વખતે અંડ જનનકોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે ?