પારિમાણિક વિશ્લેષણ એટલે શું ? તેના ઉપયોગ લખો.
પરિમાણની સંકલ્પના પાયાનું મહત્ત્વ ધરાવે છે. કારણ કે સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓનો જ સરવાળો અથવા બાદબાકી થઈ શકે છે.
પરિમાણિક વિશ્લેષણા : “પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની પદ્વતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે."
પારિમાણિક વિશ્લેષણના ઉ૫યોગો : તેના મુખ્ય ત્રણ ઉપયોગો છે :
$(1)$ બે જુદ્દી જુદી એકમપદ્વતિનાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો.
$(2)$ ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી.
$(3)$ કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું.
$ P = \frac{\alpha }{\beta }{e^{ - \frac{{\alpha Z}}{{k\theta }}}} $ સૂત્રમા $P$ દબાણ, $Z$ અંતરં, તાપમાન અને $k$ બોલ્ટ્ઝમેન અચળાંક હોય,તો $\beta$નું પારિમાણીક સૂત્ર શું થાય?
માર્શિયન પધ્ધતિમાં બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો માર્શિયન પધ્ધતિમાં લંબાઇનું પારિમાણિક સૂત્ર શું થાય?
વાન્-ડર-વાલ્સ સમીકરણ $\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT$ માં, $P$ એ દબાણ, $V$ એ કદ, $R$ એ વાયુના સાર્વત્રિક અચળાંક અને $T$ એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર $\frac{a}{b}$ એ પારિમાણિક રીતે ............. ને સમાન છે.
નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ?