- Home
- Standard 12
- Physics
ઘરગથ્થુ પરિપથમાં અર્થિંગ ( $\mathrm{Earthing}$ ) અથવા ગ્રાઉડિંગ ( $\mathrm{Grounding}$ ) કોને કહે છે ? તેની અગત્યતા શું છે ?
Solution
આપણા શરીર (સુવાહક દ્રવ્ય) મારફતે, વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવતાં પદાર્થ પરનો બધો વધારાનો વિદ્યુતભાર ક્ષણિક પ્રવાહ રચીને જમીનમાં ચાલ્યો જાય છે. વાહક (આપણું શરી૨) અને પૃથ્વી વચ્ચેની વિદ્યુતભારોની વહેંચણીની આ પ્રક્રિયાને $Grounding$ અથવા અર્થિંગ કહે છે.
ધરગથ્યુ પરિપથમાં એક ધાતુની જાડી પ્લેટને મીઠા સાથે જમીનમાં ઊડે દાટીને તે પ્લેટ સાથે ધાતુના તારને મકાનોના (વિદ્યુતના) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે છે અને આ રીતે અર્થિગ કરવામાં આવે છે.
મકાનોના વિદ્યુત વાયરિંગમાં ત્રણ તાર હોય છે.
$(1)$ જીવંત $(Live)$ તાર
$(2)$ તટસ્થ $(Neutral)$ તાર
$(3)$ અર્થિંગ તાર
પ્રથમ બે તાર પાવર સ્ટેશનમાંથી વિદ્યુત લાવે છે અને ત્રીજો તાર એ અર્થિંગ તાર છે.
વિદ્યુત ઇસ્ત્રી, રેફ્રિજરેટર,$T.V.$ જેવાં વિદ્યુત ઉપકરણોની ધાતુની બોડીને આર્થિંગ તાર સાથે જોડવામાં આવે છે કे જેથી કોઈ કારણસર જીવંત તાર ધાતુની બોડીને સ્પર્શે ત્યારે ઉપકરણને કे માનવને નુક્સાન પહોંચાડ્યા સિવાય વિદ્યુતભાર (વિદ્યુતપ્રવાહ) જમીનમાં વહી જાય.
અર્થિંગના લીધે માનવ શરીર તેમજ વિદ્યુત ઉપકરણને વિદ્યુતથી રક્ષણ મળે છે.