જ્યારે દ્વિધાતુની પટ્ટીને ગરમ કરવામાં આવે, ત્યારે....

  • [AIPMT 1990]
  • A

    તે વળે નહીં 

  • B

    તે હેલિકલ જેવા આકારમાં વળે

  • C

    ચાપના આકારમાં વળે જ્યાં વધુ પ્રસરતી ધાતુ બહારની બાજુએ હોય 

  • D

    ચાપના આકારમાં વળે જ્યાં વધુ પ્રસરતી ધાતુ અંદરની બાજુએ હોય 

Similar Questions

$30^{\circ} C$ તાપમાને રહેલ બેકેલાઇટના બીકરની ક્ષમતા $500\, cc$ છે. જ્યારે તેને ($30^{\circ}$ તાપમાને) $V _{ m }$ જેટલા કદના પારા વડે આંશિક ભરેલ છે. એવું જોવા મળે છે કે તાપમાન બદલાતા બીકરના ખાલી રાખેલ ભાગનું કદ અચળ રહે છે. જો $\gamma_{\text {(beaker) }}=6 \times 10^{-6}{ }^{\circ} C ^{-1}$ અને $\gamma_{(\text {mercury })}=1.5 \times 10^{-4}{ }^{\circ} C ^{-1},$ જ્યાં $\gamma$ કદ પ્રસરણાંક હોય તો કદ $V _{ m }($ $cc$ માં) લગભગ કેટલું હશે?

  • [JEE MAIN 2020]

$10$ મીટર લંબાઈના રેલવેના સ્ટીલના પાટાને રેલવે લાઇનના બે છેડાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. ઉનાળાના દિવસે $20\,^oC$ જેટલું તાપમાન વધે છે તેથી તેનો આકાર આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો થાય છે. તો તેનાં કેન્દ્રનું (મધ્યબિંદનું) સ્થાનાંતર $x$ શોધો. જો સ્ટીલ નો $\alpha = 1.2 \times 10^{-5} \,^oC^{-1}$

એક વિધાર્થી એક સળિયાની પ્રારંભિક લંબાઈ $l$, તાપમાનનો ફેરફાર $\Delta T$ અને લંબાઈમાં ફેરફાર $\Delta l$ નીચે મુજબ નોંધે છે.

અ.નં. $l(m)$ $\Delta T{(^o}C)$ $\Delta l(m)$
$(1)$ $2$ $10$ $4\times 10^{-4}$
$(2)$ $1$ $10$ $4\times 10^{-4}$
$(3)$ $2$ $20$ $2\times 10^{-4}$
$(4)$ $3$ $10$ $6\times 10^{-4}$

જો પ્રથમ અવલોકન સાચું હોય, તો $2,\,3$ અને $4$ અવલોકનો માટે તમે શું કહી શકો ?

$1\,m$ લંબાઈ અને $3 \times 10^{-6}\,m ^2$ આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ દિશામાં લટકાવવામાં આવેલ છે. સળિયાને $210^{\circ}\,C$ થી $160^{\circ}\,C$ સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડયા બાદ તેના નીચેના છે. $M$ દળને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી $1\,m$ થાય છે. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે $2 \times 10^{11}\,Nm ^{-2}$ અને $2 \times 10^{-5}\,K ^{-1}$ છે. $M$ નું મૂલ્ય $........kg$ છે.($\left.g=10\,m s ^{-2}\right.$ લો)

  • [JEE MAIN 2023]

રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ $5\,m$ અને આડછેડનું ક્ષેત્રફળ $40\,cm^2$ નું તાપમાન $10\,^oC$ વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે $1.2\times10^{-5}\, K^{-1}$ અને $2\times10^{11}\, Nm^{-2}$ હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે?

  • [JEE MAIN 2017]