- Home
- Standard 9
- Science
શા માટે લાયસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે ?
Solution
કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાયસોઝોમ્સ છે. કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાયસોઝોમ્સ મદદરૂપ થાય છે.
બૅક્ટેરિયા, ખોરાક જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાયસોઝોમ્સ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે.
લાયસોઝોમ્સ પાચન કરી શકે છે. કારણ કે તેના પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે કે જે બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે.
કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાયસોઝોમ્સ પોતાના જ કોષનું પાચન કરી નાંખે છે. ઉદાહરણ તરીકે કોષ જયારે ઈજાગ્રસ્ત બને ત્યારે લાયસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાંખે છે. આથી લાયસોઝોમ્સને કોષની ‘આત્મઘાતી કોથળીઓ' તરીકે ઓળખવામાં આવે છે.
સંરચનાકીય લાયસોઝોમ્સ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામે છે.