ન્યૂટનનો શીતનનો નિયમ લખો અને સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ન્યૂટનનો શીતનનો નિયમ : પ્રેરિત ઉષ્માનયન દ્વારા કોઈ પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર $\left(-\frac{d R }{d t}\right)$, તે પદાર્થ અને તેના પરિસર વચ્યેના તાપમાનના તફાવત $(\Delta T)$ ના સમપ્રમાણમાં હોય છે.

આ નિયમ નાના તાપમાનના તફાવત માટે જ પળાય છે.

આ ઉપરાંત વિકિરણ દ્વારા ગુમાવાતી ઉખ્મા, પદાર્થની સપાટીની પ્રકૃતિ અને ખુલ્લી સપાટીનાં ક્ષેત્રફળ પર આધારિત છે.

તેથી $-\frac{d R }{d t}= k \left( T _{2}- T _{1}\right)$ લખી શકાય. $\ldots (1)$

જ્યાં $k=$ સંપ્રમાણતા અંચળાક છે. ધારો કે $T _{2}$ તાપમાને પદાર્થનું દળ $m$ અને વિશિણ ઉષ્માધારિતા $s$ છે અને પરિસરનું તાપમાન $T _{1}$ છે.

જો $d t$ જેટલા સમયગાળામાં તાપમાનમાં થતો નાનો ધટાડો $d T$ હોય, તો ગુમાવાતી ઉખ્માનો જથ્થો, $d Q =m s dT$

$\therefore$ બને બાજુ સમય $t$ ની સાપેક્ષે વિક્લન કરતાં, $\frac{d Q }{d t}=m s \frac{d T }{d t} \quad \ldots(2)$

સમી.$(1)$ અને $(2)$પરથી

$-m s \frac{d T }{d t}= k \left( T _{2}- T _{1}\right)$

$\therefore \frac{d T }{ T _{2}- T _{1}}=\frac{- k }{m s} \cdot d t$

$\therefore \frac{d T }{ T _{2}- T _{1}}=- K d t \rightarrow$ (3) જ्यां $K =\frac{k}{m s}$

સમીકરણ $(3)$નું સંકલન કરતાં,

$\log _{e}\left( T _{2}- T _{1}\right)=- K t+ C$

$\therefore T _{2}- T _{1}=e^{- K t} \times e^{ C }$

$\therefore T _{2}- T _{1}= C ^{\prime} e^{- K t}$ g्यां $C ^{\prime}=e^{ C }$

$\therefore T _{2}= T _{1}+ C ^{\prime} e^{- K t}$

આ સમીકરણની મદદથી તાપમાનના ચોક્કસ વિસ્તાર માટે પદાર્થના શીતનના સમયની ગણાતરી કરી શકાય છે.

આ નિયમ તાપમાનના નાના મૂલ્યના તફાવત માટે જ સાચો છે.

જો વિકિરણ દ્વારા ગુમાવાતી ઉષ્માનો જથ્થો ખૂબ નાનો હોય તો આ નિયમ તાપમાનના મોટા મૂલ્યના તફાવત માટે પણ સાચો છે.

પદાર્થ પ્રેરિત ઉષ્માનયન દ્વારા ઠંડી પડતી હોય ત્યારે જ આ નિયમ લાગુ પડે છે.

Similar Questions

પદાર્થને ગરમ કરીને વાતાવરણમાં મૂકતાં તેનાં તાપમાન વિરુધ્ધ સમયનો આલેખ

ગરમ પાણીનું તાપમાન $ {100^o}C $ થી $ {70^o}C $ થતા $4 min$ લાગે છે,તો તાપમાન $ {70^o}C $ થી $ {40^o}C $ થતા લાગતો સમય ....... $\min.$ થાશે.. વાતાવરણનું તાપમાન $ {15^o}C $ છે

ગરમ પાણીનું તાપમાન $ {61^o}C $ થી $ {59^o}C $ થતા $4$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {51^0}C $ થી $ {49^0}C $ થતાં લાગતો સમય ....... $\min$ શોધો.વાતાવરણનું તાપમાન $ {30.0^o}C $ છે.

કોઇ પદાર્થનું તાપમાન $10$ મિનિટમાં $3T$ થી $2T$ જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન $T$ છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની $10\; min$ બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?

  • [NEET 2016]

$ {80^o}C $ તાપમાને રહેલા ગરમ પાણીને $ {20^o}C $ તાપમાને મૂકતાં ઉષ્મા ગુમાવવાનો દર $ 60\;cal/\sec $ છે,જો પ્રવાહીનું તાપમાન $ {40^o}C $ થાય,ત્યારેં ઉષ્મા ગુમાવવાનો દર ......$cal/\sec $ હશે?