રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવનકાળ (અર્ધ આયુ)ની વ્યાખ્યા લખો અને તેનો ક્ષયનિયતાંક સાથેનો સંબંધ મેળવો.
અર્ધ જીવનકાળ : "જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને તે નમૂનાનો અર્ધજીવન કાળ કહે છે.
$\therefore$ અર્ધજીવન કાળ $\left( T _{1 / 2}\right)=$ પ્રારંભની ન્યુક્લિયસની સંખ્યા ધટીને અડધી બને
$=\frac{ N _{0}}{2}$
પણ યરઘાતાંકીય નિયમ $N = N _{0} e^{-\lambda t}$ માં $N =\frac{ N _{0}}{2}$ અને $t= T _{1 / 2}$ મૂક્તાં, .$\frac{ N _{0}}{2}= N _{0} e^{-\lambda T _{1} / 2}$
$\frac{1}{2}=e^{-\lambda T _{1} / 2}$
$\therefore 2=e^{\lambda T _{1} / 2}$
બંને બાજુનો લોગ લેતાં,
$\therefore \ln 2=\lambda T _{1 / 2} \cdot \ln e$
$\therefore \log _{e} 2=\lambda T _{1 / 2} \cdot \log _{e} e$
$\therefore 2.303 \times \log _{10} 2=\lambda T _{1 / 2} \times 1 \quad\left[\because \log _{e} e=1\right]$
$\therefore 2.303 \times 0.3010=\lambda T _{1 / 2}$
$\therefore 0.693=\lambda T _{1 / 2}$
$\therefore T _{1 / 2}=\frac{0.693}{\lambda}$
આમ, રેડિયો એક્ટિવ તત્ત્વનો અર્ધ-આયુ એ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણામાં અને નમૂનામાં શરૂઆતમાં રહેલા
ન્યુક્લિયસોની સંખ્યાથી સ્વતંત્ર છે.
વિભંજન દર પરથી પણ અર્ધ-આયુની વ્યાખ્યા મળે. "જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભની એક્ટિવિટી $\left( R _{0}\right)$
કરતાં અડધી થાય તે સમયગાળાને તેની અર્ધ-આયુ કહે છે."
રેડીયમનો અર્ધઆયુ $1600$ વર્ષ છે. $6400$ વર્ષ પછી બાકી રહેતો અંશ કેટલો હશે?
જેની એકિટવીટી $30$ વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને $1 / 16^{\text {th }}$ માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?
$\alpha -$ વિભંજનની પ્રક્રિયા સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો.
સૂર્ય બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પર સેકન્ડ આશરે $1.4$ કિલોવોટ $/ m^2$ વિકિરણનો જથ્થો મેળવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $ 1.5 ×10^{11}$ મીટર છે. સૂર્ય એ પ્રતિદિવસ કેટલું દળ ગુમાવશે?. ($1$ દિવસ $=86400$ સેકન્ડ)
એક તત્વની રેડિયો એક્ટિવની પ્રક્રિયામાં $3$ મિનિટમાં ઘટાડાનો દર $1024$ થી $128$ જોવા મળ્યા છે તો તેનો અર્ધઆયુ $.....$ મિનિટ.