ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણો સાથે સાંકળો.
$(i)$ $\{1,2,3,6\}$ | $(a)$ $\{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે અને $6$ નો અવયવ છે. $\} $ |
$(ii)$ $\{2,3\}$ | $(b)$ $\{ x:x$ એ $10$ કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} $ |
$(iii)$ $\{ M , A , T , H , E , I , C , S \}$ | $(c)$ $\{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6$ નો અવયવ છે. $\} $ |
$(iv)$ $\{1,3,5,7,9\}$ | $(d)$ $\{ x:x$ એ $\mathrm{MATHEMATICS}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $ |
ગણ સાન્ત કે અનંત છે? : અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ
ગણ $A, B$ અને $C$ માટે $A \cup B=A \cup C$ અને $A \cap B=A \cap C$ છે. સાબિત કરો કે, $B = C$.
નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો : સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ
ગણ $\{ (a,\,b):2{a^2} + 3{b^2} = 35,\;a,\,b \in Z\} $ એ . . . ઘટકો ધરાવે છે.