તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?

  • A
  • B
  • C
  • D

Similar Questions

શા માટે $HCl$, $HNO_3$ વગેરે જલીય દ્રાવણોમાં ઍસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવાં સંયોજનોનાં દ્રાવણો ઍસિડિક લક્ષણો ધરાવતાં નથી ? 

તાજા દૂધની $pH$ $6$ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની $pH$ ના ફેરફાર વિશે તમે શું વિચારો છો ? તમારો ઉત્તર સમજાવો.

$10 \,mL$ $NaOH$ ના દ્રાવણનું $8 \,mL$ આપેલ $HCl$ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ $NaOH$ નું $20 \,mL$ દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે $HCl$ ના દ્રાવણ (પહેલા હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ......... $mL$.

તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિક લાઇમ (કૅલ્શિયમ ઑક્સાઇડ) અથવા ફોડેલો ચૂનો (કૅલ્શિયમ હાઇડ્રોક્સાઇડ) અથવા ચાક (કૅલ્શિયમ કાર્બોનેટ)નો ઉપયોગ કરશે ?

જ્યારે સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રૉક્સાઇડ આયનો $(OH^-)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?